મહેસાણામાં એક યુવક લગ્નના 20 દિવસ પહેલા ત્રણ સંતાનની માતાને લઇને ભાગી ગયો

0
13

સુરતમાં જે રીતે દીકરા અને દીકરીના લગ્ન પહેલા વેવાઈ અને વેવાણનો ભાગવાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો તે પ્રકારે મહેસાણામાં એક યુવકનો તેના પડોશમાં રહેતી મહિલાની સાથે ભાગવાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. આ કિસ્સાએ ચર્ચા જગાવી હોવાનું કારણ એ છે કે, યુવકના લગ્નના 20 દિવસની વાર હતી અને તે લગ્ન પહેલા જ ત્રણ સંતાનની માતાની સાથે તે ભાગી ગયો હતો.

રિપોર્ટ અનુસાર મહેસાણામાં રહેતા એક યુવકના લગ્ન 20 માર્ચના રોજ યોજાવાના હતા. યુવકના ઘરે લગ્નની પુરજોશના તૈયારીઓ થઇ રહી હતી. યુવકના પરિવારના સભ્યો દ્વારા આમંત્રણ કાર્ડ પણ સગા સંબંધીને આપવામાં આવી રહ્યા હતા. લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થવાના આરે હતી ત્યારે લગ્નના 20 દિવસ પહેલા તેની બાજુમાં રહેતી ત્રણ સંતાનોની માતાને લઇને ભાગી ગયો હતો. પરિણીતાના પરિવારજનોને આ વાતની જાણ થતા તેઓ યુવકના ઘરે પહોંચ્યા હતા અને પરિણીતાને પરત લાવવાની માંગણી કરી હતી.

સવારે ધમકી આપ્યાબાદ 28 ફેબ્રુઆરીના રોજ રાત્રીના સમયે પરિણીતાના પરિવારજનો ફરી એક વાર યુવકનાં ઘરે પહોંચ્યા હતા અને બૂમાબૂમ કરીને ઘરમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર મામલે યુવકના પરિવારજનોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here