ગીર સોમનાથ ના નવાબંદર નજીક યુવાન ની કરાય હત્યા.પથ્થરો થી માર મારી ઢસડી અને બાદ માં અવાવરૂ જગ્યા પર લાશ ફેકી દેવાય.પોલીસે તપાસ શરૂ કરી થોડા સમય પુર્વે વાયરલ થયેલ વીડીયો બાબતે પણ પોલીસ ને આશંકા.હોય જેમાં મૃતક યુવાન અન્ય ધર્મ ની યુવતી સાથે લગ્ન કરવા ધર્મ પરીવાર્તન ની વાત કરી રહ્યો છે.
નવાબંદર પોલીસ સ્ટેશન ની હદ માં આજે ઝાખરવાડા રામપરા ના રસ્તા પર એક યુવાન રમેશ સોલંકી ઊવ.35 ની નીર્મમ હત્યા કરે તેને ઢસડી લાશ ફેકી કોઈ નાસી ગયેલ બનાવ ની જાણ થતાં નવાબંદર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને લાશ ને પીએમ માટે ઊના સરકારી હોસ્પીટલે ખસેડી હતી આ સમયે મૃતક રમેસ ના સગાં સહીત ગ્રામજનો એ લાશ સ્વીકારવા નો ઈન્કાર કરી આક્રોશ વ્યક્ત કરેલો બાદ પોલીસે તાકીદે હત્યારા ને ઝડપી આકરી કાર્યવાહી કરવા ની ખાત્રી આપ્યા બાદ સ્વજનો એ રમેશ ની લાશ નો અંતીમક્રીયા કરવા સ્વીકાર કર્યો હતો..
બાઈટ : એમ.એમ.પરમાર, ડીવાયએસપી, ગીરસોમનાથ.
આજે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ની હદ માં એક 35 વર્ષ ના યુવાન રમેશ સોલંકી ની માથા માં જીવલેણ ઘા મારી હત્યા નીપજાવી બાદ તેને વાહન માં ઘસડી લાશ ફેકી હત્યા કરનાર નાશી છુટેલ હોય આ બનાવ ની હાલ પોલીસ તપાસ કરી રહેલ છે હાલ લાશ ને પીએમ માટે ઊના ખસેડાય છે..
તો બીજુ સુત્રો ની વાત માની એ તો થોડા સમય પુર્વે એક વીડીયો વાયરલ થયેલ (ફાઈલ નં.9 માં છે) જેમાં મૃતક પોતે ધર્મ પરીવર્તન કરવા ની વાત કરી કોઈ સાથે લગ્ન ની વાત કરતો વીડીયો વાયરલ થયો હતો જે પાસા ની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
રીપોર્ટર : ચેતન ગોસ્વામી, CN24NEWS, ગીર સોમનાથ