વડોદરા : બે દિવસથી પૂરના પાણીમાં ગુમ થયેલો યુવાન મળ્યો નથી, MLA મનિષા વકીલ સામે લોકો રોષે ભરાયા

0
49

વડોદરાઃ વડોદરા શહેરના કોયલી ફળિયામાં કાંસમાં તણાઇ ગયેલા યુવાનના પરિવારને સાંત્વના આપવા ગયેલા વડોદરા શહેર વાડી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મનિષા વકીલને સ્થાનિક લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું.

કાંસમાં પડેલા યુવાનનો હજી સુધી કોઇ પત્તો નથી
વડોદરામાં પૂર અને ભારે વરસાદના કારણે કોયલી ફળિયામાં કેડ સમા પાણી ભરાઇ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાણીનો નિકાલ કરવા માટે વરસાદી કાંસની ગટરનું ઢાંકણું ખોલવામાં આવ્યું હતું. જે ખુલ્લી કાંસમાં કોયલની ફળિયામાં રહેતા લસણનો વ્યવસાય કરતો મુકેશ પરમાર(29) તણાઇ ગયો હતો. કાંસમાં તણાઇ ગયેલા યુવાનનો હજી સુધી સુધી પત્તો મળ્યો ન નથી.

સ્થાનિક રહીશોએ ધારાસભ્ય સામે રોષ ઠાલવ્યો
આ ઘટનાને પગલે વડોદરા શહેર વાડી વિસ્તારના ધારાસભ્ય મનિષા વકીલ વિસ્તારની મુલાકાતે અને તણાઇ ગયેલા યુવાનના પરિવારને સાંત્વના આપવા માટે ગયા હતા. ત્યારે સ્થાનિક રહીશોએ અમારા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ત્યારે કેમ ન દેખાયા ? સ્થાનિક રહીશો દ્વારા કાંસનો સ્લેબ તોડવા માટે પણ રજૂઆત કરી ધારાસભ્ય સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો. અને ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી અને મેયર જિગીશાબેન શેઠને જાણ કરી છતાં કોઇ ફરક્યું હોવાની રજૂઆત કરી હતી.

યુવાનને શોધવા માટે હૈયાધારણા આપી
દરમિયાન લોકોના રોષ વચ્ચે ધારાસભ્ય મનિષા વકીલ અને તેઓ સાથે જોડાયેલા સ્થાનિક કાઉન્સિલર હેમીશા ઠક્કરે કાંસમાં લાપતા થયેલા મુકેશ પરમારના પરિવારજનોને સાંત્વના આપી હતી. અને કાંસમાં લાપતા થયેલા મુકેશને શોધી કાઢવા માટે પ્રયાસ કરવમાં આવશે. તેવી હૈયાધારણા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here