સુરત – ડિંડોલીમાં તરૂણીનું મોઢું દબાવી યુવાન નવા બંધાતા મકાનમાં ખેંચી ગયો, બૂમાબૂમ કરતા માતા-પિતા દોડી આવ્યા

0
0
  • સોસાયટીનો જ યુવાન તરૂણીને બળજબરીથી ખેંચી ગયો હતો
  • યુવાન પકડાઈ જતા તરૂણીના પિતા પર હુમલો કરી ફરાર
પ્રતિકાત્મક તસવીર

સીએન 24,ગુજરાત

સુરતશહેરના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે ઘરની બહાર ટોઇલેટમાં બાથરૂમ માટે ગયેલી 16 વર્ષીય તરૂણીનું મોઢું દબાવી સોસાયટીનો યુવાન નવા બંધાતા મકાનમાં લઇ ગયો હતો. જોકે, તરૂણીએ બુમાબુમ કરતા તેના માતા-પિતા દોડી આવ્યા હતા અને તેને પકડી લીધો હતો. જોકે, યુવાન તરૂણીના પિતા ઉપર હુમલો કરી ફરાર થઇ ગયો હતો.

યુવાનને પકડી પોલીસ કંટ્રોલમાં જાણ કરી

મૂળ ઉત્તરપ્રદેશના અને સુરતમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 16 વર્ષીય પુત્રી ધો.11 કોમર્સમાં અભ્યાસ કરે છે.  મોડી રાત્રે એક વાગ્યે ઘરની બહાર ટોઇલેટમાં બાથરૂમ માટે ગઈ હતી. દરમિયાન સોસાયટીમાં પાછળની ગલીમાં રહેતા 26 વર્ષીય શૈલેન્દ્ર ગંગારામ પ્રજાપતિએ તેનો હાથ પકડી મોઢું દબાવી દીધું હતું. તરૂણીએ બૂમો પાડતા શૈલેન્દ્ર તેને મકાનની બાજુમાં નવા બંધાતા મકાનમાં અંધારામાં લઇ ગયો હતો. જોકે, તરૂણીએ ફરી જોરથી બૂમો પાડતા તેના માતા-પિતા દોડી આવ્યા હતા અને શૈલેન્દ્રને પકડી પાડી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

ધમકી આપી યુવાન ફરાર થઈ ગયો

પોલીસ આવે તે પહેલા શૈલેન્દ્રએ તરૂણીના પિતાના મોઢા અને હાથ ઉપર માર માર્યો હતો. ત્યારબાદ બધાને જોઈ લઈશ તેવી ધમકી આપી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે હિનાના પિતાએ શૈલેન્દ્ર વિરૂદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here