Friday, December 2, 2022
Homeગુજરાતઅમદાવાદમાં રખડતા ઢોરે યુવકને અડફેટે લેતા સારવાર દરમ્યાન મોત

અમદાવાદમાં રખડતા ઢોરે યુવકને અડફેટે લેતા સારવાર દરમ્યાન મોત

- Advertisement -

AMCની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. રસ્તે રખડતાં ઢોરનો ભોગ વધુ એક યુવક બન્યા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં બાઈક સવાર યુવકને ઢોરે અડફેટે લીધા હતા. તેમને માથામાં ગંભીર ઇજા પહોંચતા યુવકને હોસ્પિટલ ખસેડાયા છે. અહીં સારવાર દરમ્યાન તેમનું મોત થયું.

હાઇકોર્ટની અનેક ફટકાર બાદ પણ AMC ઘોર નિંદ્રામાં છે. રસ્તે રખડતાં પશુઓ ને પાંજરે પૂરવાની કામગીરી ફક્ત કાગળ પર છે. AMCની કથની અને કરનીની ફરી એકવાર પોલ ખુલી પડી છે. AMCની બેદરકારીના કારણે જીવન મરણ વચ્ચે આશાસ્પદ યુવક ઝોલા ખાય છે. AMCના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની તજવીજ.

મળતી માહિતી પ્રમાણે ભાવિન પટેલને બ્રેઈન માં મલ્ટિપલ હેમરેજ હોવાનો તબીબી રિપોર્ટ છે. AMCની બેદરકારીથી ભાવિન પટેલના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. બે નાની દીકરી અને પત્ની સાથે નરોડા વિસ્તારમાં ભાવિન પટેલ રહે છે. પરિવારનો એકમાત્ર આવકનો સોર્સ ભાવિન પટે હતા. જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કેસ દાખલ કરી ત્વરિત એક્શન લેવાય તેવી પરિવારની માગ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular