Home ગુજરાત દ્વારકાના વરવાળામાં અગાસી પર સુતેલા યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઈ, પોલીસ...

દ્વારકાના વરવાળામાં અગાસી પર સુતેલા યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઈ, પોલીસ તપાસ શરૂ

0
3

દ્વારકા જિલ્લાના વરવાળા ગામમાં અગાસી પર સુતેલા એક યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે મૃતદેહનો કબજો લઈને આગળની તપાસ હાથ ધરી છે.

માથુ છૂંદાયેલી હાલતમાં યુવાનની લાશ મળી

ઘટનાની વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળામાં અગાસી પર સુતેલા અરવિંદભાઈ (ઉં.વ.36) નામના યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી પરિવારે ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા માથુ છૂંદાયેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી.

પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી

પોલીસે હાલ તો મૃતદેહનો કબ્જો લઈને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનની હત્યા પથ્થર અથવા બેલાના ઘા મારી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ હત્યા કોણે કરી છે? અને શા માટે કરી? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Live Scores Powered by Cn24news