સુરત : કતારગામમાં પાલિકાના હાઈડ્રોલીક વિભાગમાં પાણીની ટાંકીમાં ત્રણ દિવસથી પડેલા યુવકને બહાર કઢાયો

0
5
  • ફાયર વિભાગે રેસ્ક્યુ હાથ ધરી યુવકને બહાર કાઢ્યો
  • યુવકની માનસિક સ્થિતી સારી ન હોવાનું સામે આવ્યું

સુરત. કતારગામમાં પાલિકાના હાઈડ્રોલીક વિભાગમાં પાણીની ટાંકીમાં ત્રણ દિવસથી પડેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો છે. યુવક પાણીની ટાંકીમાં પડ્યો હોવાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને રેસ્ક્યુ હાથ ધરી યુવકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ યુવકની માનસિક સ્થિતી સારી ન હોવાનું સામે આવ્યું છે. હાલ યુવકને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પાણીની ટાંકીમાં પડેલા યુવકની હાલત નાજૂક

મળતી માહિતી પ્રમાણે, કતારગામમાં આવેલા પાલિકાના હાઈડ્રોલીક વિભાગમાં આવેલી પાણીની ટાંકીમાં કોઈ યુવક પડી ગયો હોવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો. જેથી ફાયર વિભાગને કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતા. ત્યારબાદ રેસ્કયુ હાથ ધરી યુવકને બહાર કાઢ્યો હતો. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આ યુવક છેલ્લા ત્રણ દિવસથી આ પાણીની ટાંકીમાં પડ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકની માનસિક સ્થિતી સારી ન હોવાનું સામે આવ્યું છે. હાલ યુવકના પાણીની ટાંકીમાંથી બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવકની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here