ઝોમેટો ડિલિવરી બોય પર પંચ મારવાનો આરોપ લગાડનારી યુવતીએ બેંગલુરુ છોડ્યું

0
7

ઝોમેટો ડિલિવરી બોય કામરાજ અને મહિલા ગ્રાહક હિતેશા ચંદ્રાણીને લઈને સોશિયલ મીડિયા પર હજારો પોસ્ટ લોકો કરી રહ્યાં છે. એવામાં એક નવી જાણકારી સામે આવી છે. હિતેશાએ બેંગલુરુ છોડી દિધું છે. હિતેશાએ શહેર છોડ્યું હોવાની વાતની ત્યારે ખબર પડી જ્યારે પોલીસે ડિલિવરી બોય કામરાજ દ્વારા ફરિયાદ દાખલ કર્યા બાદ હિતેશાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ હિતેશાએ સોશિયલ મીડિયા પર પોતાના ઘરનું એડ્રેસ લીક થયા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

હિતેશાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી આરોપ લગાવ્યો હતો કે ઓર્ડર લેવાનો ઈનકાર કર્યા બાદ ઝોમેટોના ડિલિવરી બોયે તેના પર હુમલો કર્યો હતો જે બાદ ડિલિવરી બોયની ધરપકડ થઈ હતી. જો કે ડિલિવરી બોયે પોતાના બચાવામાં હિતેશાએ તેની સાથે ગેરવર્તણૂંક અને મારામારી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હિતેશા વિરૂદ્ધ પણ FIR થઈ હતી. આ મામલે સોશિયલ મીડિયામાં સાચું કોણ તે અંગે સતત મેસેજ તતાં રહે છે.

હિતેશાએ આ કારણે છોડ્યું બેંગલુરુ

એક રિપોર્ટ મુજબ, બેંગલુરુ ઈલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અનિલ કુમારે કહ્યું કે, ‘જ્યારે અમે તેના ઘરે ગયા તો કોઈએ દરવાજો ન ખોલ્યો.’ જ્યારે અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હિતેશા બેંગલુરુમાં રહેવાથી ડરી રહી હતી, કેમકે લોકો FIR અંગે વાત કરવા માટે તેના ઘરે આવી શકે છે. થોડાં દિવસથી સોશિયલ મીડિયા પર અનેક વીડિયો શેર થઈ રહ્યાં છે, જેમાં હિતેશાના ઘરનું એડ્રેસ જણાવવામાં આવી રહ્યું છે.

હિતેશા ચંદ્રાણી અને ઝોમેટોનો ડિલિવરી બોય કામરાજ

હિતેશા ચંદ્રાણી અને ઝોમેટોનો ડિલિવરી બોય કામરાજ

હિતેશાની વીંટીએ વિવાદ જગાવ્યો

લગભગ એક સપ્તાહ પહેલાં કન્ટેન્ટ ક્રિએટર અને મેકઅપ આર્ટિસ્ટ હિતેશા ચંદ્રાનીએ ઝોમેટોના ડિલિવરી બોય પર તેને પંચ માર્યો હોવાનો આક્ષેપ કરી સોશિયલ વીડિયોમાં સમગ્ર ઘટના વર્ણવી હતી. આ વીડિયોમાં હિતેશાની એક વીંટી પણ વારંવાર જોવા મળતી હતી. ઝોમેટોના ડિલિવરી બોયની સ્પષ્ટતા મુજબ આ વીંટી જ તેના નાક પર એક્સિડેન્ટલી વાગી ગઈ હતી. આ વાત બહાર આવ્યા બાદ ડિલિવરી બોય કામરાજના સમર્થનમાં પણ અનેક લોકો આગળ આવ્યા હતા અને #JusticeForKamraj પણ ટ્રેન્ડ થયું હતું. જો કે વીંટીની વાત સામે આવ્યા બાદ હાલમાં જ હિતેશાનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે અલગ વીંટી સાથે જોવા મળી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં હિતેશા વીંટીને લઈને ભારે ટ્રોલ થઈ છે તેમજ તેના વિરૂદ્ધ ઘણાં સવાલો પણ ઊઠી રહ્યાં છે.

ડિલિવરી બોયના નિવેદન સાંભળ્યા પછી તેના પક્ષમાં આવ્યા લોકો

ડિલિવરી બોયનું નિવેદન સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર અમુક લોકો કામરાજનો પક્ષ લઈ રહ્યા છે. યુથ અંગેસ્ટ રેપમાં ટ્વીટ કર્યું છે કે અમને નથી ખબર તેણે તેને મારી કે પોતાને બચાવ્યો, પરંતુ ઝોમેટોએ વગર વાત સાંભળે ડિલિવરી બોયને નોકરીમાંથી કાઢી મૂક્યો. આ સમગ્ર પ્રક્રિયા સત્ય કરતાં બહુ ઉપર છે. અમને શંકા છે કે તે આના માટે કોર્ટમાં લડાઈ લડશે. સાચી વાત એ છે કે કોઈ સત્ય સાંભળવા તૈયારી નથી.

આરોપી કામરાજે પોતાનો બચાવ કર્યો હતો

આરોપી કામરાજે ન્યૂઝ પોર્ટલને આપેલી માહિતી મુજબ જણાવ્યું હતું કે ‘જ્યારે હું તેના એપાર્ટમેન્ટના દરવાજે પહોંચ્યો એ બાદ મેં તેના ઓર્ડર મુજબ ફૂડ આપ્યું. એ બાદ હું આશા રાખતો હતો કે તે પૈસા આપે અને મને છૂટો કરે. (હિતેશાએ ડિલિવરી સમયે પેમેન્ટ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો)’

કામરાજે વધુમાં કહ્યું હતું કે ‘હું ટ્રાફિક અને ખરાબ રસ્તાને કારણે મોડો પડ્યો હતો, તેથી મેં મેડમની માફી પણ માગી હતી, પરંતુ તેને મારી સાથે ઘણો જ ખરાબ વ્યવહાર કર્યો. તેણે મારા પર બૂમો પાડી અને પૂછ્યું કેમ મોડો આવ્યો? ત્યારે મેં જવાબમાં તેમની માફી માગી અને કહ્યું કે રસ્તા પર કામ ચાલી રહ્યું હોવાથી કેટલાક રસ્તાઓ બ્લોક છે તેમજ ટ્રાફિક પણ હેવી હતો, પરંતુ તેને મારી કોઈ વાત સાંભળી નહીં અને કહ્યું કે ઓર્ડર પછી 45-50 મિનિટમાં ઓર્ડર ડિલિવર થઈ જવો જોઈએ. હું આ કામ છેલ્લાં બે વર્ષથી કરી રહ્યો છું અને મારી સાથે આવું પહેલી વખત થયું છે.’

ઝોમેટોનો ડિલિવરી બોય કામરાજ પણ પોતાને નિર્દોષ ગણાવી રહ્યો છે

ઝોમેટોનો ડિલિવરી બોય કામરાજ પણ પોતાને નિર્દોષ ગણાવી રહ્યો છે

આ પહેલાં મહિલાએ સોશિયલ મીડિયા થકી પોતાની આપવીતી જણાવી હતી

બુધવારે પીડિત મહિલાએ વીડિયા બનાવીને આ ઘટના વિશે બધાને જાણ કરી હતી અને ટૂંક સમયમાં જ આ વીડિયો વાઈરલ થવા લાગ્યો છે. મહિલાએ વીડિયોમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. મહિલાએ જણાવ્યું હતું કે તેણે ઝોમેટો દ્વારા ખાવાનું ઓર્ડર કર્યું હતું. ઓર્ડર લેટ થવાને કારણે તેણે કંપનીના કસ્ટમર કેર પર ફોન કર્યો હતો અને ખાવાનું સમયસર ના પહોંચવાને કારણે ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. તે જે સમયે કસ્ટમર કેરમાં વાત કરતી હતી એ સમયે જ ડિલિવરી બોય તેના ઘરે પહોંચ્યો હતો.

મહિલાએ જણાવ્યું હતું કે તેણે અડધો દરવાજો ખોલીને જ ડિલિવરી બોયને ઓર્ડર લેવાનો ઈનકાર કરી દીધો હતો, એને કારણે ડિલિવરી બોય ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. તે મહિલા સાથે દલીલ કરવા લાગ્યો હતો અને પછી તેણે ઘરની અંદર ઘૂસીને ખાવાનું મૂકી દીધું હતું. મહિલાએ જ્યારે ઘરમાં ઘૂસવાનો વિરોધ કર્યો તો ડિલિવરી બોયે તેના પર ગુસ્સો કર્યો અને કહ્યું કે શું તે તેનો નોકર છે, આવું કહીને ડિલિવરી બોયે મહિલાના મોઢા પર એક મુક્કો મારી દીધો હતો, જેનાથી મહિલાને નાક પર ફ્રેકચર પણ આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here