અમદાવાદ : લંડનની કંપનીમાં જોબ માટે સિલેક્ટ થયેલી યુવતી ફળો વેચીને ચલાવી રહી છે ગુજરાન !

0
0

BBAની ડિગ્રી ધરાવે છે આ યુવતી છતાં ફળો વેચીને ચલાવી રહી છે ગુજરાન

લંડનની એક કંપની તરફથી ક્રુઝ શિપમાં બ્યુટી થેરાપિસ્ટ તરીકેની મળી હતી નોકરી

કોરોનાની મહામારી વચ્ચે લોકો લોકડાઉનમાં જીવી રહ્યા છે. તો કેટલાક લોકો એવા પણ છે કે લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ થઇ જતાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આવા કપરા સમયમાં ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે.

 

 

અમદાવાદમાં એક યુવતી ફળો વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. યુવતી બીબીએની ડિગ્રી ધરાવતી હોવા છતાં હાલના દિવસોમાં પોતાના પરિવાર મદદરુપ થવા માટે ટેટી અને તરબૂચ વેચી રહી છે.

 

 

સિમરન મોહેલ નહેરુનગરમાં રહેતી યુવતી છે જેની પાસે BBAની ડિગ્રી છે અને તે કોસ્મેટોલોજિસ્ટ છે. તેને લંડનની એક કંપની તરફથી એક ક્રુઝ શિપમાં બ્યુટી થેરાપિસ્ટ તરીકેની નોકરી મળી ગઈ હતી. તે આ નોકરી માટે મુંબઈ જવા રવાના થાય તે પહેલા જ લોકડાઉનને પગલે તેની યોજનાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું.

 

 

સિમરનના પિતા લૉ ગાર્ડનની છોલે કુલચાની લારી ચલાવે છે. લોકડાઉનને પગલે છેલ્લા કેટલાય સમયથી તેઓ એક રૂપિયો કમાઈ શક્યા નથી.છેલ્લા એક મહિનાથી ઘરમાં પૈસાની તંગી થઇ જતા સિમરન આ ધંધો શરુ કરવા મજબૂર થઇ હતી. સિમરનનો ભાઈ આંબાવાડીમાં ડેરીમાં કામ કરે છે પરંતુ તેની આવકથી ઘર ચલાવવું શક્ય નથી. તેમના ઘરના માલિકોએ દયા દાખવીને તેમની પાસેથી ભાડું માંગ્યું નથી.

સિમરનના પિતા વહેલી સવારે હોલસેલ માર્કેટમાંથી ફળો ખરીદી લાવે છે અને સિમરન તેને વેચે છે. તેણે છેલ્લા 25 દિવસમાં 10000 રૂપિયા કમાયા છે. સિમરન વડાપ્રધાનને વિનંતી કરવા માંગે છે કે તેઓ કોઈ પણ લોકડાઉનને લગતો કોઈપણ નિર્ણય લે તે પહેલા મિડલક્લાસ વર્ગને ધ્યાનમાં લે અને તેમની પરિસ્થિતિ સમજે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here