અમદાવાદ : રામોલમાં રાતે દારૂ પી ધમાલ કરતી યુવતીની ધરપકડ કરાઈ

0
0
  • નશામાં રૂમ પાર્ટનર સાથે ઝઘડો કર્યો હતો
  • રૂમ પાર્ટનરે જ કંટ્રોલ રૂમને ફરિયાદ કરી હતી

અમદાવાદ. રામોલમાં સાથે રહેતી એક યુવતીએ દારૂ પી ઘરે આવીને ધમાલ મચાવતા કંટાળેલી રૂમ પાર્ટનરે પોલીસને જાણ કરી હતી.પોલીસને યુવતી પીધેલી જણાતા તેની ધરપકડ કરી છે.

નેહા લથડિયા ખાતી ઘરમાં આવી હતી

વસ્ત્રાલમાં શિવાની પદ્મશાળી તેની મિત્ર નેહા રોય સાથે રહે છે. 18મીના રોજ રાત્રે બે વાગ્યે શિવાની ઘરે હતી. ત્યારે નેહાએ જોરજોરથી દરવાજો ખખડાવ્યો હતો અને નેહા લથડિયા ખાતી ઘરમાં આવી હતી અને બોલાચાલી કરવા લાગી હતી, તેના મોઢામાંથી દારૂની  વાસ આવતી હતી તેની આંખો પણ નશાની હાલતમાં જણાતી હતી, જેથી શિવાનીએ નેહાને બુમો ન પાડવા સમજાવી હતી. જોકે નેહા બીભત્સ વર્તન કરવા લાગી હતી. જેથી કંટાળી પોલીસ તેણે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.

મોઢામાંથી વાસ આવતી હતી

રામોલ પોલીસ ઘટના સ્થળે મહિલા પોલીસ સાથે પહોંચી હતી. ત્યારે પણ નેહાના મોઢામાંથી વાસ આવતી હતી અને જીભ પણ તોતડાતી હતી. જેથી પોલીસે દારૂ અંગેની પરમિટ માગી હતી. પરંતુ નેહા પાસે પરમિટ ન હતી. જેથી પોલીસે નેહા સામે પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ લઇ તેની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here