આધાર કાર્ડમાં હવે ઘરેબેઠાં મોબાઇલ નંબર અપડેટ કરી શકાશે, ગ્રાહકે ફક્ત 25 રૂપિયા ચૂકવવા પડશે

0
7

દિલ્હી. તમારા મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવો જરૂરી છે. તેથી, જો તમે તમારો મોબાઇલ નંબર બદલ્યો હોય અને તેને આધારમાં અપડેટ ન કર્યો હોય તો વહેલી તકે તેને પૂર્ણ કરો. તમે ઘરેબેઠાં જ આ અપડેટ માટે અપ્લાય કરી શકો છો. આ માટે તમારે 25 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે.

મોબાઇલ નંબર અપડેટ કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ UIDAIની વેબસાઇટ https://ask.uidai.gov.in/#// પર જાઓ. ત્યારબાદ ખૂલેલાં પેજ પર તમારો ફોન નંબર અને કેપ્ચા ભરો.
  • પછી સેન્ડ OTP બટન પર ક્લિક કરીને તમારા ફોન નંબર પર OTP માટે પ્રોસીડ કરો. તમારા ફોનમાં આવેલા OTPને જમણી બાજુના બોક્સમાં ભરીને સબમિટ કરી દો.
  • ત્યારબાદ નવું પેજ ખૂલશે જ્યાં આધાર સર્વિસ લખેલું હશે. અહીં અપડેટ આધાર પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સામે એક પેજ ખૂલશે. અહીં તમને નામ, આધાર કાર્ડ, અડ્રેસના ઓપ્શન દેખાશે.
  • અહીં તમારે જે મોબાઇલ નંબર બદલવો હોય અથવા ફોન નંબરને આધાર સાથે લિંક કરવો હોય તો તમે અહીં વિગતો ભરીને what do you want to update પર ક્લિક કરો અને પછી મોબાઇલ નંબર સિલેક્ટ કરીને સબમિટ કરી દો.
  • હવે પછીનાં પેજ પર તમને કેપ્ચા ભરવાનું કહેવામાં આવશે. અહીં તમારા ફોન નંબર પર OTP મોકલીને આ પ્રક્રિયા પૂર્ણ કરો. તેમજ, તમારા મોબાઇલ નંબર પર OTP ને ચકાસી લો. પછી સેવ અને પ્રોસીડ પર ક્લિક કરો.
  • સબમિટ કરતા પહેલા એક નોટિફિકેશન તમારી પાસે આવશે. તેમાં તમારા દ્વારા આપવામાં બધી માહિતીને બે વાર તપાસો. પછી સબમિટ કરો.
  • પછી તમે તમારી અપોઇન્ટમેન્ટ બુક કરાવી લો. ‘Book Appointment’ પર ક્લિક કરીને તમે અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશો. અપોઇનમેન્ટ બુકિંગની પ્રોસેસ જાણવા માટે અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here