- Advertisement -
જિલ્લા સમાજકલ્યાણ ખાતા દ્વારા આયોજિત ‘ આપણો સમાજ _ બાળલગ્ન મુક્ત સમાજ ‘ કાર્યક્રમમાં યોજાયો જેમાં સમાજકલ્યાણ અધિકારીશ્રીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ આ કાર્યક્રમ હાજર રહ્યા હતાં, જ્યારે આ કાર્યક્રમ અંતર્ગત આહીર સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં અને આહીર સમાજ દ્વારા જામનગરમાં ચાલતી સેવાકીય સમાજ ઉપયોગી આહીરસમાજ ની પ્રવૃતિઓને સમાજ કલ્યાણ ખાતાના અધિકારીશ્રીએ શિલ્ડ તથા સન્માનપત્ર એનાયત કરી આ કામગીરીને બિરદાવી પ્રોત્સાહન આપવામાં આવ્યું,આ કાર્યક્રમ આહીર સમાજના પ્રમુખશ્રી કરસનભાઈ કરમુર તથા સમાજશ્રેષ્ઠી શ્રી રણમલભાઈ કાંબરીયા, સંજયભાઈ આહીર, પરબતભાઈ માડમ ધનાભાઈ લગારીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS જામનગર