Friday, August 6, 2021
Homeદહેગામ : ખેડૂતોના તૈયાર થયેલા ઘઉંની ખરીદી સરકાર તરફથી બંધ કરી દેતા...
Array

દહેગામ : ખેડૂતોના તૈયાર થયેલા ઘઉંની ખરીદી સરકાર તરફથી બંધ કરી દેતા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

સરકારે તૈયાર થયેલા ઘઉંની ખરીદી કરી બંધ
ઘઉં ની ખરીદી બંધ કરતા ખેડૂતોમાં ભારે આક્રોશ
ઘઉં ની ખરીદી બંધ કરવાના અનુસંધાન માં આપવામાં આવ્યું આવેદનપત્ર
દહેગામ તાલુકાના આમ આદમી પાર્ટી ના પ્રમુખે મામલતદાર ને આપ્યું આવેદનપત્ર

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ખેડૂતો ના ઘઉં સરકાર તરફથી લેવાના બંધ કરી દેતા ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. તેના અનુસંધાન માં આજે દહેગામ ખાતે આમ આદમી ના પ્રમુખ મનોજભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા દહેગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આવેદનપત્ર માં જણાવવામાં આવ્યું છે કે દહેગામ તાલુકાના ખેડૂતો ઘઉં ના પાકો પાછળ અઢળક ખર્ચાઓ કર્યા અને જ્યારે વેચાણ કરવા માટે ખેડૂતો દહેગામ આવે છે ત્યારે સરકારે ઘઉં ની ખરીદી બંધ કરી દેતા ખેડૂતો માં ભારે આક્રોશ સાથે દુઃખ વ્યક્ત થવા પામી છે. આ અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે.

બાઈટ : મનોજભાઈ બ્રહ્મભટ્ટ ( પ્રમુખ, આમ આદમી પાર્ટી, દહેગામ )

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments