બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનો આજે જન્મદિવસ છે. આમિરે તેમના નિવાસસ્થાનની બહાર મીડિયા મિત્રો સાથે કેક કાપી હતી. જન્મદિનની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી હતી. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. યુઝર્સ આમિર ખાનને બર્થ ડે વિશ પણ મોકલી રહ્યા છે. બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન આમિર ખાન સિમ્પલ લુકમાં દેખાયા હતા. જેની સૌ કોઇએ પ્રશંસા કરી હતી.
આમિર ખાન બોલીવુડમાં તેના પરફેક્શન માટે જાણીતો છે. તે વર્ષમાં એક જ ફિલ્મ કરે છે પણ આ ફિલ્મો રેકોર્ડ તોડ કમાણી કરતી હોય છે. ફિલ્મમાં પટકથાથઈ લઇે સ્ટાર કાસ્ટ સુધી તમામ વાતો પર આમિર ખાન ધ્યાન રાખે છે. આમિર ખાન અંતિમ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યા હતા. જે બાદ હમણા સુધી તેમની કોઇ ફિલ્મ આવી નથી. હાલ તેઓ પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
આમિર ખાનના જીવનમાં અફેરની વાતો કોમન રીતે ચાલતી જ રહે છે. ઓન સ્ક્રિન પિતા-પુત્રીની ભૂમિકા નિભાવનાર આમિર અને ફાતિમા વચ્ચે સંબંધ હોવાની ચર્ચા શરુ હતી. ફાતિમા આમિર કરતા 26 વર્ષ નાની છે. અને બંને વચ્ચેના સંબંધની ચર્ચા થતા વિવાદ સર્જાયો હતો. ફિલ્મ દંગલમાં આમિર અને ફાતિમાએ પિતા-પુત્રીની ભૂમિકા નિભાવી હતી. સંબંધની ચર્ચા વચ્ચે આ બન્ને કલાકારોએ કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આપી ન હતી.
આમિર ખાને થોડા દિવસ અગાઉ તેના અને ગૌરી નામની મહિલાના સંબંધો વિશે સ્પષ્ટતા આપી હતી. અને બંને વચ્ચેના રિલેશનશીપ મામલે કંનફર્મેશન આપ્યુ હતુ. આમિર ખાન અગાઉ બે લગ્ન કરી ચુક્યા છે. જેમાં તેમના બાળપણની મિત્ર રીનાનો સમાવેશ થાય છે. રીના અને આમિરના બે સંતાન છે. ઇરા અને જુનૈદ. ઇરાના હાલમાં લગ્ન થયા છે. તો જુનૈદ ફિલ્મ ક્ષેત્રે અભિનયમાં પોતાની છાપ છોડવાના પ્રયત્ન કરી કરી રહ્યો છે. તો આમિરના બીજા લગ્ન કિરણ રાવ સાથે થયા છે. જે ફિલ્મ નિર્દેશક છે. કિરણ અને આમિરનું એક સંતાન છે. જેનું નામ આઝાદ છે. હવે બેંગાલુરુની મહિલા મિત્ર ગૌરી સાથે તેઓ ત્રીજા લગ્નની પ્લાનિંગ કરી રહ્યા છે. ગૌરી આમિર સાથે તેમના પ્રોડક્શ હાઉસ સાથે જોડાયેલી છે. તો સાથે બેંગાલુરુમાં એક હેર સલૂનની કંપની ચલાવે છે. 25 વર્ષથી તેઓ એકબીજાને ઓળખે છે.
આ ઉપરાંત આમિર ખાનનું નામ અભિનેત્રી મમતા કુલકર્ણી સાથે પણ જોડાયું હતું. ફિલ્મ દરમિયાન બંને વચ્ચે અફેર શરૂ થયું હતું. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં કારણ કે તે સમયે આમિર પરિણીત હતો. આ ઉપરાંત આમિરનું નામ અભિનેત્રી પૂજા ભટ્ટ સાથે પણ જોડાયું હતું. આમિર ખાન તે સમયે પણ પરિણીત હતો. આમિરનું નામ બ્રિટિશ પત્રકાર જેસિકા હાઇન્સ સાથે પણ જોડાયું હતું. આમિર ખાન જેસિકા સાથેના પ્રેમ સંબંધને લઈને ઘણા વિવાદોમાં રહ્યો હતો. બ્રિટિશ પત્રકાર જેસિકાએ દાવો કર્યો હતો કે આમિર ખાન તેના બાળકનો પિતા પણ છે.