આમિર ખાને ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ચંદીગઢ શેડયૂઅલનું શૂટિંગ પૂરું કર્યું

0
7

મુંબઈ , આમિર ખાને તેની આગામી ફિલ્મ  લાલ સિંહ ચઢ્ઢા  નું ચંદીગઢનું શૂટિંગ પૂરું કરી લીધું છે હવે ફિલ્મનું આગામી શૂટિંગ શેડયૂઅલ અમૃતસરમાં હશે આ ફિલ્મમાં આમિર ખાન સાથે કરીના કપૂર પણ લીડ રોલમાં છે ફિલ્મમાં આમિર દાઢીધારી પંજાબી અને ક્લીન શેવ લુકમાં દેખાશે આમિર ખાન ભારતભરમાં ફરીને શૂટિંગ કરી રહ્યો છે કારણકે મેકર્સ ફિલ્મને રિયલ લોકેશન પર શૂટ કરીને ઓથેન્ટિક બનાવવા ઈચ્છે છે અગાઉ ફિલ્મનું શૂટ હિમાચલ પ્રદેશમાં થયું હતું આ ફિલ્મમાં મોના સિંહ પણ સામેલ છે તેણે ઇન્સ્ટાગ્રામ પર રેપ અપના ફોટો શેર કર્યા હતા .

‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’નું ઓફિશિયલ અડેપ્ટેશન છે. ફિલ્મના ડિરેક્ટર ‘સિક્રેટ સુપરસ્ટાર’ ફેમ ડિરેક્ટર અદ્વૈત ચંદન છે. આ ફિલ્મને અલગ-અલગ ભાષામાં એક્ટિંગ કરી ચૂકેલા એક્ટર અતુલ કુલકર્ણીએ લખી છે. ફિલ્મને વાયાકોમ અને આમિર ખાન પ્રોડક્શન સાથે પ્રોડ્યૂસ કરી રહ્યું છે. આ ફિલ્મમાં આમિર અને કરીનાની સાથે સાઉથ સ્ટાર વિજય સેતુપતિ પણ સામેલ છે. આ ફિલ્મ તેમની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થવાની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here