કૃતજ્ઞતા : આમિર ખાને ડોક્ટર્સ, નર્સ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરા પાડતાં લોકોનો આભાર માન્યો

0
6

મુંબઈ. આમિર ખાને હાલમાં જ કોરોનાવાઈરસ સામે ફ્રન્ટફૂટ પર લડતા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આમિર ખાને પોતાની પોસ્ટમાં ડોક્ટર્સ, નર્સ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડતા લોકોનો ઉલ્લેખ કર્યો હતો.

આમિર ખાને શું પોસ્ટ કરી?
આમિર ખાને સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ડોક્ટર્સ, નર્સ, હોસ્પિટલ સ્ટાફ મેમ્બર્સ, મહારાષ્ટ્ર પોલીસ, મહારાષ્ટ્ર તંત્ર તથા આવશ્યક વસ્તુઓમાં સામેલ વિવિધ સ્ટાફ મેમ્બર્સ તથા આ સંકટની ઘડીમાં પૂરા મુંબઈ-મહારાષ્ટ્ર અને દેશભરમાં જે લોકો કામ કરી રહ્યાં છે એ તમામનો હું આભાર માનું છું.

અલગ-અલગ રીતે દાન આપ્યું

સૂત્રોના મતે, આમિર ખાને PM CARE ફંડ, મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડ, ફિલ્મ વર્કર્સ એસોસિયેશન, કેટલીક એનજીઓને દાન આપ્યું છે. આ ઉપરાંત આમિરે પોતાની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ના રોજમદાર શ્રમિકોને પણ સહયોગ આપ્યો છે. આમિર ખાન હંમેશા જ કોઈ જાતની પબ્લિસિટી વગર દાન કરવામાં માને છે. આપણામાં કહેવત છેને કે જમણાં હાથે દાન કરો તો ડાબા હાથને પણ ખબર ના પડે. આમિર આ વાતને પૂરી રીતે માની રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે આમિર ખાન ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેક છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. ફિલ્મને અદ્વૈવત ચંદન ડિરેક્ટ કરી રહ્યાં છે. ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર, મોના સિંહ છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here