મિસ્ટર પર્ફેક્શનિસ્ટના નામથી લોકપ્રિય આમિર ખાનનો 55મો જન્મદિવસ

0
10

બોલિવૂડમાં મિસ્ટર પર્ફેક્શનિસ્ટના નામથી લોકપ્રિય આમિર ખાનનો 14મી માર્ચના રોજ 55મો જન્મદિવસ છે. આમિરનું પૂરું નામ આમિર હુસૈન ખાન છે. આમિર સારો એક્ટર હોવાની સાથે સાથે રાઈટર, ફિલ્મ પ્રોડ્યૂસર, ડિરેક્ટર તથા ટીવી હોસ્ટ પણ છે.

આમિરના પિતાનું નામ તાહિર હુસૈન તથા માતાનું નામ ઝિન્નત હુસૈન છે. આમિર ખાન પહેલી વાર કાકા નાસિક હુસૈનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘યાદો કી બારાત’ (1973)માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે બાળ કલાકારના રોલમાં હતો.

‘ક્યામત સે ક્યામત તક’માં લીડ એક્ટર તરીકે જોવા મળ્યો

આમિરે 1988માં આવેલી ફિલ્મ ‘ક્યામત સે ક્યામત તક’માં લીડ એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મમાં જૂહી ચાવલા હતા. ફિલ્મ માટે આમિરને બેસ્ટ મેલ ડેબ્યૂ ફિલ્મફેર અવોર્ડ જીત્યો હતો. પહેલી જ ફિલ્મથી આમિરે ચાહકોના મનમાં અમીટ છાપ છોડી હતી. આ ફિલ્મ પછી આમિરે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. જોકે, આમિરે પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી ફ્લોપ ફિલ્મ આપી છે, પરંતુ તેની અસર ક્યારેય તેના અભિનય પર જોવા મળી નથી. આજે તે બિગ સ્ટાર્સમાંથી એક છે.

‘ગજની’ની સાથે 100 કરોડનો ટ્રેન્ડ શરૂ કર્યો

બોલિવૂડમાં ફિલ્મની કમાણીનો 100 કરોડનો ટ્રેન્ડ આમિરે શરૂ કર્યો છે. 2008માં ફિલ્મ ‘ગજની’થી આમિરે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મે 115 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ 50 કરોડના બજેટમાં બની હતી. આ ફિલ્મ બાદ આમિરની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’એ પણ બોક્સ ઓફિસ પર કમાણીમાં રેકોર્ડ સર્જ્યો હતો. આ ફિલ્મ 202 કરોડની કમાણી કરી હતી. 2013માં શાહરુખની ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’એ રેકોર્ડ તોડ્યો હતો.

ટીવી પર પણ આમિર હિટ

આમિર ખાન માત્ર બોલિવૂડમાં જ નહીં, પરંતુ ટીવી પર પણ હિટ છે. આમિરે 2012માં ટોક શો ‘સત્યમેવ જયતે’થી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. આ શો ઘણો જ હિટ રહ્યો હતો. આ શોની બીજી સિઝન પણ લોકપ્રિય રહી હતી.

છેલ્લાં 2 વર્ષથી કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી

આમિર વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કરવા માટે જાણીતો છે. જોકે, આ વખતે છેલ્લાં બે વર્ષથી આમિરની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી. આમિર છેલ્લે 2018માં ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ ગયા વર્ષે રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે ફિલ્મ રિલીઝ થઈ નહીં. આ ફિલ્મ હવે ક્રિસમસ પર રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here