આત્મહત્યા : આણંદના યુવકે ફાજલપુર બ્રિજ પરથી મહીસાગર નદીમાં ઝપલાવ્યું, NDRF અને ફાયર બ્રિગેડે લાશ બહાર કાઢી

0
23

વડોદરાઃ ફાજલપુર બ્રિજ પરથી એક યુવકે મંગળવારે મોડી રાત્રે મહીસાગર નદીમાં ઝંપલાવ્યું હતું. યુવકને નદીમાં પડતો જોઇને આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને પોલીસને જાણ કરવામાં આવતા વડોદરા ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. જોકે રાત્રીના સમયે યુવકને નદીમાં શોધવો શક્ય ન હોવાથી આજે વહેલી સવારથી તેની શોધખોળ હાથ ધરી હતી. જ્યાં વડોદરા તરફના છેડેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

આત્મહત્યાનું કારણ અકબંધ
વડોદરા શહેર નજીકથી પસાર થતી મહીસાગર નદીના ફાજલપુર બ્રિજ ઉપરથી આણંદના ખોરવાડ ગામનો નીલદીપ ચૌહાણ નામના યુવકે ઝંપલાવ્યું હતું. મહીસાગર નદીમાં પડેલા યુવકને શોધવા માટે વડોદરા ફાયર બ્રિગેડ અને એનડીઆરએફને જાણ કરવામા આવી હતી. બુધવારે વહેલી સવારથી યુવકને શોધી કાઢવા ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ કામે લાગી હતી. જ્યાં કલાકોની શોધખોળ બાદ વડોદરા તરફના છેડેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે યુવકે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગેનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here