Thursday, October 28, 2021
Homeઆણંદ : લાંભવેલ મંદિર પાસે વર્ષો જૂનું ઝાડ પડતાં ચકલાસીના બાઈકસવાર દંપતીનું...
Array

આણંદ : લાંભવેલ મંદિર પાસે વર્ષો જૂનું ઝાડ પડતાં ચકલાસીના બાઈકસવાર દંપતીનું મોત

આણંદ: ચકલાસીના 54 વર્ષીય મનુભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની સુશીલાબેન પ્રજાપતિ ગુરૂવારે સવારે ચકલાસીથી આણંદ ખરીદી કરવા માટે આવ્યા હતા. દરમિયાન અન્ય કામકાજ પતાવીને તેઓ બપોરે બે કલાકે આણંદથી પરત બાઈક લઈને ચકલાસી જવા નીકળ્યા હતા. તેઓ લાંભવેલ હનુમાનજી મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે એ જ સમયે અંદાજે ત્રીસ વર્ષ જૂનું પીપળનું ઝાડ તેમના પર પડ્યું હતું. જેને કારણે દંપત્તિ ઝાડ નીચે દબાઈ ગયા હતા. આ અંગેની જાણ આસપાસના રહીશોને થતાં જ તેઓ તુરંત જ દોડી આવ્યા હતા અને બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાતા પ્રથમ પતિનું અને બાદમાં પત્નીનું મોત નીપજ્યું હતું.

ઝાડ કાપવાની રજૂઆત છતાં કેમ ઝાડ કાપ્યું નહીં ? 
ગ્રામજનોએ જણાવ્યું કે, આ ઝાડ કાપવા બાબતે અગાઉ ઘણી વખત રજૂઆત કરી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. મારો સવાલ એ છે કે રજૂઆત છતાં કેમ ઝાડ કાપ્યું નહીં. તેથી જ મારા બેન બનેવીનું મોત નીપજ્યું છે. મારા બે ભાણીયા ઋષિરાજ (ઉ.વ. 28), નિકુંજ (ઉ.વ. 25) નોંધારા બન્યા છે. > અલ્પેશ પ્રજાપતિ, મૃતકનો સાળો, ચકલાસી.

વડોદરા મૂર્તિનો ઓર્ડર આપવા જવાના હતા 
મનુભાઈ અને સુશીલાબેન આણંદ સાળાને ત્યાં આવ્યાં હતાં. વડોદરા ગણપતીજીની મૂર્તિનો ઓર્ડર આપવા જવાનાં હતાં પરંતુ વરસાદને પગલે તેઓએ વડોદરા જવાનું મુલત્વી રાખ્યું હતું અને પરત ચકલાસી આવવા નીકળ્યાં ત્યારે ઘટના બની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments