Saturday, April 20, 2024
Homeઆણંદ: સારા વરસાદના પગલે પાણીથી ૪ તળાવો થયા છલોછલ
Array

આણંદ: સારા વરસાદના પગલે પાણીથી ૪ તળાવો થયા છલોછલ

- Advertisement -

આણંદ શહેરમાં આવેલા ગોયા તળાવ, મોટું તળાવ, શીખોડ તલાવ અને લોટેશ્વર તળાવ વર્ષો બાદ છલોછલ થયેલા જોવા મળ્યા હતા. નાનું અને મોટુ ગોયા તળાવ એકાકાર થઇને ઓવરફ્લો થતાં જલારામ મંદિર, અંબામાતા મંદિર, બેઠક મંદિર, ગામડીવડ સુધી ઢીંચણસમા પાણી ભરાયા હતા. ચોમાસામાં થોડું ગણું પાણી ભરાય તે થોડા જ સમયમાં સૂકાઇ જતાં તળાવો ખાલી રહ્યા હતા. જે આ વર્ષે છેલ્લા અઠવાડિયામાં વરસેલા સારા વરસાદના પગલે પાણીથી છલોછલ થઇ ગયા છે.

એમાંય ગોયા તળાવ અને મોટુ તળાવ વર્ષો બાદ એકાકાર થઇ જવા સાથે પાણી છલકાઇને બહાર આવી જતાં ગોયા તળાવ અને મોટુ તળાવ એકાકાર થઇને ઓવરફ્લો થતાં જલારામ મંદિર, અંબામાતા મંદિર, બેઠક મંદિર, ગામડીવડ સુધી ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. શીખોડ તલાવડીના પાણી પણ આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા હતા.

રાત્રિના વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા.આણંદ શહેરમાં શુક્રવારે સાડા સાત ઇંચ વરસાદ વરસ્યા બાદ શનિવારે વરસાદનું જોર ઘટ્યું હતું. શનિવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો.

જોકે વર્ષો બાદ શહેરના તળાવો પાણીથી છલોછલ થઇને ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. તળાવો ઓવરફ્લો થતાં વરસાદી પાણીનો નિકાલ ના થઇ શકતાં નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. શીખોડ તલાવડી પણ ઓવરફલો થતાં આસપાસના સોસાયટી વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.

રાજોડપુરા તલાવડી પણ ઓવરફલો થતાં ગામડી, પરીખભુવન તેમજ પાધરિયા વિસ્તારને જોડતાં એકમાત્ર માર્ગ પર પાણી ફરી વળતાં લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ગણેશ ચોકડીથી વઘાસી તરફના માર્ગ પર આવેલું તળાવ પણ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળતાં માર્ગ પર અવરજવર બંધ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular