ભારે વરસાદ બાદ જિલ્લામાં જનજીવન અને બધી જ વ્યવસ્થા પૂર્વવત થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા કામગીરી આરંભાઇ

0
16

આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લામાં જનજીવન અને બધી જ વ્યવસ્થા પૂર્વવત થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.

આજે દિવસ દરમિયાન કરમસદ નગર બોરીયાવી નગર વિસ્તાર વડોદરા ખાતે રોગચાળો ફેલાય નહીં તે માટે ફોગીંગ અને પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બેચરી, સુંદરપુરા ગામોમાં પણ પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

મહત્ત્વની કામગીરીમાં છગનપુરા ગંભીરા ને જોડતા પાકા રસ્તા ઉપર પડેલું ગાબડું પૂરીને રસ્તાને અવરજવર માટે સરળ બનાવવામાં આવ્યો હતો. ખંભાત નગર પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખંભાત ખાતે આજરોજ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું.દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લાભરમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું.

આ કેમ્પમાં કુલ 2680 મહિલાઓની જર્નલ ઓપીડીમાં તબીબી તપાસ કરવામાં આવી હતી. 749 ગાયનેક તપાસ, 580 કિશોરી હાઇજેનિક તપાસ, અને 219 પીડીયાટ્રીક તપાસ કરવામાં આવી હતી. આણંદ જિલ્લા પંચાયતના પથિકાશ્રમ માં વરસાદ દરમ્યાન મોટો ભૂવો પડ્યો હતો જેને કાર્યપાલક ઇજનેર અને તેમની ટીમે આજે જેસીબી મશીનના માધ્યમથી માટીપુરાણ કરી આ ભુવાને સમાંતર બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here