Thursday, March 28, 2024
HomeAAPએ 7માંથી 6 લોકસભા સીટ માટે ઉમેદવાર જાહેર કર્યાં, કોંગ્રેસ સાથે ગઠબંધન...
Array

AAPએ 7માંથી 6 લોકસભા સીટ માટે ઉમેદવાર જાહેર કર્યાં, કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં

- Advertisement -

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં 7 સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. આપ નેતા ગોપાલ રાયે શનિવારે દિલ્હીમાં કોંગ્રેસ સાથે કોઈ પ્રકારનું ગઠબંધન થયુ ન હોવાની વાત કરી હતી. તેમણે 6 સીટો પર પાર્ટીના ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે.

2019 લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં આપનાં ઉમેદવારો
સીટ ઉમેદવાર 
નવી દિલ્હી બ્રજેશ ગોયલ
ચાંદની ચોક પંકજ ગુપ્તા
પૂર્વ દિલ્હી આતિશી
દક્ષિણ દિલ્હી રાઘવ ચડ્ડા
નોર્થ વેસ્ટ ઘુઘન સિંહ
નોર્થ ઈસ્ટ દિલીપ પાંડે

 

આમ આદમી પાર્ટી સતત દિલ્હીમાં કોંગ્રેસ સાથેનાં ગઠબંધન પર જોર આપી રહી છે. મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલે ગત દિવસોમાં એક સભા દરમિયાન કહ્યું હતું કે,જો APP અને કોંગ્રેસ સ્વતંત્ર રીતે ચૂંટણી લડશો તો તેનો ફાયદો ભાજપને થશે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી તરફથી આ માટે પુરેપુરા પ્રયાસો કરવામાં આવ્યા હતા પણ તેઓ આ ગઠબંધનનાં પક્ષમાં ન હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ભાજપને જીતાડવા માગે છે.
નેશનલ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ શરદ પવારનાં દિલ્હી સ્થિત આવાસ પર ફેબ્રુઆરીમાં વિપક્ષી નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેજરીવાલ પણ હાજર રહ્યા હતા. જો કે રાહુલે બેઠક બાદ કહ્યું હતુ કે, દિલ્હીમાં કોંગ્રેસ અને આપ સાથે ચૂંટણી લડવાના મુદ્દે થોડા સમય પછી નિર્ણય લેવામાં આવશે.
દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિતે શુક્રવારે પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે, કોઈ પણ નેતા આપ પાર્ટી સાથે ગઠબંધનના પક્ષમાં નથી. શીલા દીક્ષિતે કહ્યું હતુ કે, બધા દિલ્હીમાં ગઠબંધન કરવાનાં વિરોધમાં છીએ. કોંગ્રેસ સૌથી મજબૂત અને જૂની પાર્ટી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular