Tuesday, September 21, 2021
HomeAAP-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે? રાહુલના ઘરે ફરી મહત્વની બેઠક
Array

AAP-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે? રાહુલના ઘરે ફરી મહત્વની બેઠક

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 પહેલા જ આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષના ગઠબંધન અંગે ખેંચતાણ ચાલી રહી છે. આજે ફરી ગઠબંધન અંગે રાહુલ ગાંધી તેમના ઘરે મહત્વની બેઠક કરશે. કોંગ્રેસ અધ્યક્ષે બોલાવેલી આ બેઠક માં કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિત અને કોંગ્રેસ પ્રભારી પીસી ચાકો પણ હાજર રહેશે. કારણ કે બન્નેને રાહુલ ગાંધીએ ખુદ બોલાવ્યા છે.

કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના ગઠબંધનની વાતો ઘણા સમયથી ચાલી રહી છે. સૂત્રો પ્રમાણે કોંગ્રેસે ગઠબંધન માટે આમઆદમી પાર્ટીને છેલ્લી ફોર્મ્યુલા પણ આપી દીધી છે. નવી ફોર્મ્યુલા પ્રમાણે કોંગ્રેસે દિલ્હીમાં આમઆદમી પાર્ટીને 3 સીટ આપવાની વાત કરી છે. આ ઉપરાંત હરિયાણામાં આમઆદમી પાર્ટીને 1 સીટ અને પંજાબમાં કોઈ સીટ ન આપવા ની ઓફર કરી છે. જો આમઆદમી પાર્ટી આ ફોર્મ્યુલા પર મહોર લગાવશે તો કોંગ્રેસ પણ આપ સાથેના ગઠબંધન પર મહોર લગાવી દેશે, અને જો આમઆદમી પાર્ટીને આ ફોર્મ્યુલામાં વાંધો જણાશે તો કોંગ્રેસ પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે . સાથે જ આમઆદમી પાર્ટીના સૂત્રો પ્રમાણે કોંગ્રેસ પક્ષ પાસેથી હજુ સુધી કોઈ ઓફિશીયલ સંદેશો આવ્યો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments