Wednesday, April 17, 2024
HomeદેશNATIONAL: દિલ્હીમાં AAP સાંસદ સંજય સિંહને 6-મહિના પછી જામીન મળ્યા.....

NATIONAL: દિલ્હીમાં AAP સાંસદ સંજય સિંહને 6-મહિના પછી જામીન મળ્યા…..

- Advertisement -

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સંજય સિંહની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યું હતું કે સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે અને તેમની પાસેથી કોઈ પૈસા મળ્યા નથી. અત્યારે પણ ED સંજય સિંહને કસ્ટડીમાં રાખવા માંગે છે. શા માટે તેમને કસ્ટડીમાં રાખવા જરૂરી છે?

સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે તેમને જામીન આપ્યા છે. દિલ્હી લિકર પોલિસી સંબંધિત કૌભાંડના કેસમાં તે 6 મહિના જેલમાં હતા. કોર્ટના નિર્ણય અનુસાર સંજય સિંહ રાજકીય ગતિવિધિઓમાં પણ ભાગ લઈ શકશે. સંજય સિંહના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેમની વિરુદ્ધ કોઈ નિવેદન નથી. ચાર્જશીટમાં ક્યારેય આરોપી તરીકે તેમનું નામ નહોતું. માત્ર બે પ્રસંગોએ 1 કરોડ રૂપિયા લીધા હોવાનું કહેવાયું હતું. તમામ આક્ષેપો તદ્દન ખોટા છે.

AAP નેતાએ ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો, જેણે તેમને દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે 7 ફેબ્રુઆરીના રોજ દિલ્હીથી રાજ્યસભામાં ફરીથી ચૂંટાયેલા સિંહની જામીન અરજી ફગાવી દીધી હતી, પરંતુ ટ્રાયલ કોર્ટને ટ્રાયલ ઝડપથી શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો.

EDએ હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે સિંહ કથિત કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર હતા અને તેમને ગુનામાંથી 2 કરોડ રૂપિયાની આવક થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી. બેન્ચે EDને પૂછ્યું હતું કે સંજય સિંહને હજુ પણ જેલમાં રાખવાની જરૂર કેમ છે? સંજય સિંહના વકીલે કોર્ટને કહ્યું હતું કે મની લોન્ડરિંગની પુષ્ટિ થઈ નથી આમ છતાં સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે.

 

 

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular