દિલ્હીમાં ભાજપને ઘૂળ ચટાડયાં બાદ “આપ” ગુજરાતમાં થશે સક્રિય.

0
25

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં દેશને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, હવે નફરતની નહિ, વિકાસના કામો આધારે જ રાજનીતિ થશે. દિલ્હીની જનતાએ કેજરીવાલના કામોની પ્રશંસા કરી બહુમત આપ્યો છે જેના કારણે દિલ્હીની ગાદી કબ્જે કરવાનું નરેન્દ્ર મોદી શાહનું સપનું રોળાયું છે. ફરી એકવાર દિલ્હીમાં ભાજપનો સફાયો થયો છે. ભાજપે આકાશ પાતાળ એક કરીને ચૂંટણી જીતવા ઘમપછાડા કર્યા પણ સફળતા મળી નહિ. ફરી અરવિંદ કેજરીવાલ દિલ્હીનું સુકાન સંભાળવા જઈ રહ્યાં છે.

 

રાજકીય પંડિતો અનુમાન કરી રહ્યાં છે કે, ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપનું શાસન છે તેનાથી આમજનતા જ નહિ, ખુદ ભાજપના કાર્યકરો પણ ખુશ નથી. હવે જનતા રાજકીય વિકલ્પ શોધી રહી છે ત્યારે દિલ્હીના ચૂંટણી પરિણામો બાદ આપ ગુજરાતમાં અડિંગા જમાવશે. સંગઠનનો વ્યાપ વધારશે. આમ, ગુજરાતમાં આપ ફરી ત્રીજા મોરચા તરીકે ઉભા થવા મથામણ કરશે.