ગાંધીનગર : માણસા ખાતે બહુચર માતાના મંદિરે નવરાત્રીના પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ દ્વારા આરતી ઉતારવામાં આવી.

0
0

ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે નવરાત્રિના પ્રથમ દિવસે ભારતના ગૃહમંત્રી અમીત શાહનું આગમન.
માણસા ખાતે આવીને પ્રથમ બહુચર માતાના મંદિરે જઈને માથું ઝુકાવીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ત્યારબાદ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આરતી લાભ લીધો હતો.
ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા.

 

 

ગાંધીનગર : ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ નવરાત્રિના પ્રથમ દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ માણસા ખાતે આવીને બહુચર માતાના મંદિરે જઈને માથું ઝુકાવીને માતાજીના આર્શીવાદ લીધા હતા. વર્ષો પરંપરાગત ચાલી આવતી નવરાત્રી પ્રસંગે આરતી તેમના હસ્તે ઉતારવામાં આવી હતી. આ વર્ષે કોરોનાવાયરસના લીધે સરકારી નીતિ નિયમોનું ચુસ્ત પાલન સાથે આરતી ઉતારવામાં આવી હતી. તેમની સાથે ભાજપના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો જોડાયા હતા.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here