હળવદના ગોલાસણ ગામે કેનાલમાં કાર ખાબકતાં ડ્રાઈવરનો આબાદ બચાવ

0
0
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગોલાસણ ગામ પાસે ‌મોરબીથી ‌ગોલાસણ‌ ગામ‌ તરફ‌ જતી કારને‌ ડ્રાઇવરે સ્ટીરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ‌એકાએક  કેનાલમાં ‌ખાબકતા ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. બનાવના પગલે આજુબાજુના ખેત મજૂરો ઘટનાસ્થળે દોડી આવ્યા અને કારને સામાન્ય નુકસાન થયું ‌હોવાનૂ બહાર આવ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ  તાલુકાના ગોલાસણ ગામ નજીક મોરબીથી આવતી કારે ‌ડાઈવર અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી બનાવ ના પગલે   આજુબાજુના ખેત મજૂરો બનાવના પગલે દોડી આવ્યા હતા. અને સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી. આ કારમાં કોણ કોણ સવાર હતું તો સાથે જ આ કાર નંબર જી.જે.૩૬-૬૭૮૨ કોની છે અને કયાં જતાં હતાં તેની વિગતો મેળવાઇ રહી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here