સોશિયલ મીડિયામાં લાઈવ સેશન દરમિયાન અભિજીત ભટ્ટાચાર્યે અક્ષય કુમાર વિશે કહી વાતો

0
0

અભિજીત ભટ્ટાચાર્ય જેટલા સારા સિંગર છે, તેમના સ્ટેટમેન્ટ એટલા જ બોલ્ડ હોય છે. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયામાં લાઈવ સેશન દરમિયાન અક્ષય કુમારને ગરીબોનો મિથુન ચક્રવર્તી કહ્યો. એટલું જ નહીં પણ તેણે દાવો કર્યો કે, મારા સોંગને લીધે અક્ષય આટલો મોટો સ્ટાર છે.

‘હું સ્ટાર્સના સોંગ ગાવા માટે જ બન્યો છું’
અભિજીતે કહ્યું, હું સ્ટાર્સના સોંગ ગાવા માટે જ બન્યો છું. એક્ટર્સ માટે નહીં. હું કેટલું સારું ગાઉં છું તેનું મહત્ત્વ નથી. જો તે વ્યક્તિ સ્ટાર નથી તો તેની કોઈ કિંમત નથી. એક બાજુ શાહરૂખ ખાન છે તો બીજી બાજુ સુનીલ શેટ્ટી. શાહરૂખ ખાન સ્ટાર છે. જ્યારે તે બોલે છે ત્યારે તેનો એક ક્લાસ હોય છે અને સુનીલની સાથે રફ એન્ડ ટફ વાતો હોય છે. જ્યારે કોઈ સુનીલના સોંગ ક્યુરેટ કરવાનો નિર્ણય લે છે તો તેને આક્રમક અને જંગલી બનવું પડે છે. મેં સુનીલ અને શાહરૂખ એ બંને માટે સોંગ ગાયા છે. બંનેની ફિલ્મમાં મારા સોંહ હિટ રહ્યા.

એ પછી સિંગરે અક્ષય કુમારના સ્ટારડમની શરુઆત વિશે કહ્યું. તેણે કહ્યું, મારા મ્યુઝિકથી અક્ષય કુમાર સ્ટાર બન્યો, તેને લોન્ચ કર્યો ત્યારે તે સ્ટાર નહોતો. તેને પહેલાં ગરીબોનો મિથુન ચક્રવર્તી માનવામાં આવતો હતો. એવી જ રીતે જેમ મિથુન ચક્રવર્તીને ગરીબોનો અમિતાભ બચ્ચન માનવામાં આવતો હતો.

અભિજીતે જણાવ્યું, સંગીતમાં ઘણી તાકાત હોય છે, પછી તે દેવ આનંદ હોય, રાજ કપૂર હોય કે પછી રાજેશ ખન્ના. અક્ષય કુમાર ખિલાડી(1992) પછી સ્ટાર બન્યો. મેં તેના સોંગ વાદા રહા સનમમાં અવાજ આપ્યો હતો. એ પછી તેની ઘણી બધી ફિલ્મનાં ટાઈટલમાં ખિલાડી શબ્દ આવ્યો. મારો અવાજ તેના પર સ્યૂટ કરે છે. આ બધા એક્ટર્સ પહેલાં સ્ટાર નહોતા પણ મારા અવાજે તેમને સ્ટાર બનાવી દીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here