Thursday, October 28, 2021
Homeઅમેરિકામાં 22 વર્ષની એબિગેલને 7 કરોડ રૂપિયાની વેક્સિનની લોટરી લાગી
Array

અમેરિકામાં 22 વર્ષની એબિગેલને 7 કરોડ રૂપિયાની વેક્સિનની લોટરી લાગી

અમેરિકામાં 22 વર્ષની મહિલાની કિસ્મત રાતોરાત બદલાઈ ગઈ અને તે કરોડપતિ બની ગઈ. હકીકતમાં અમેરિકાના ઓહાયોમાં રસીકરણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલા ‘વેક્સ-એ-મિલિયન’અભિયાનના પાંચમાંથી પહેલા વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કોરોના વેક્સિન લેવા પર 22 વર્ષની એબિગેલ બુગેન્સ્કેને સાત કરોડ રૂપિયાથી વધુની લોટરી લાગી છે. એબિગેલના જણાવ્યા પ્રમાણે, ‘પહેલા મને લાગ્યું કે કોઈ મારી સાથે મજાક કરી રહ્યું છે. પરંતુ જ્યારે ગર્વનર માઈક ડેવાઈન સાથે વાત થઈ તો મારી ખુશીનો કોઈ પાર નહોતો. ખુશીથી મારી આંખમાં આંસુ આવી ગયા’

એબિગેલને રડતા જોઈને માતા-પિતાને લાગ્યું કે તેની સાથે કંઈક ખોટું થયું છે. બાદમાં એબિગેલે તેમને જણાવ્યું કે તેણે મિલિયન ડોલર જીત્યા છે. એબિગેલ મિકેનિકલ એન્જિનિયર છે. તે સિનસિનાટીની જીઈ એવિએશન કંપનીમાં કામ કરે છે. આ પ્રસંગે ગવર્નર માઈક ડિવાઈને જણાવ્યું કે, મને એ વાતની ખુશી છે કે એબિગેલની જીતથી અન્ય લોકો વેક્સિન લેવા માટે પ્રેરિત થશે.

એબિગેલના જણાવ્યા પ્રમાણે, આટલી મોટી રકમ જીત્યા બાદ પણ તે નોકરી નહીં છોડે. તેના જણાવ્યા પ્રમાણે, નોકરી છોડવાનો અત્યારે તેનો કોઈ પ્લાન નથી. તે થોડા પૈસા દાનમાં આપશે અને બાકીના પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહી છે. તે ઉપરાંત તે એક જૂની કાર ખરીદવાનું વિચારી રહી છે. તે ઉપરાંત બુગેન્સ્કે લોકોને વેક્સિન લેવા માટે પણ પ્રોત્સાહિત કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments