વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ : લોકડાઉન અને અનલોક દરમિયાન રંગીલા રાજકોટમાં 100 જેટલી વ્યક્તિએ જિંદગી લોકડાઉન કરી, આર્થિક સંકડામણ કારણભૂત

0
0

આજે 10મી સપ્ટેમ્બર એટલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ. સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીનાં કારણે આત્મહત્યા કરનારાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. બિમારીની ચિંતા, લોકડાઉનને લીધે ધંધા-રોજગાર બંધ થઈ જતા ગરબી અને મધ્યમ વર્ગના અનેક લોકો આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે. 18થી 29 વર્ષની વય ધરાવતા યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ આત્મહત્યાના બનાવો ઘણા વધ્યા છે. આત્મહત્યાના નિવારણ માટેના ઉપાયો અજમાવવામાં નહીં આવે તો અનેક પરિવારો માટે જીવન જીવવું મુશ્કેલ બની જશે. રાજકોટમાં 2018માં 449 આપઘાતના કેસ બન્યા હતા. એટલે કે દરરોજ 1થી 2 કિસ્સા પ્રકાશમાં આવ્યાં હતાં. જ્યારે 2019માં સંખ્યા ઘટીને 416 પર પહોંચી હતી. લોકડાઉન શરૂ થતાં જે જામનગરમાં લોકડાઉનથી કંટાળીને જામનગરના યુવકે આપઘાત કર્યો હતો. જે બાદ એક પછી એક એમ આપઘાતના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. મે મહિનામાં 22 જેટલા અને જૂન મહિનામાં 40 જેટલા આપઘાતના કિસ્સા સામે આવ્યાં હતા. જ્યારે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન 20થી વધુ કિસ્સા સામે આવ્યા હતા. આમ લોકડાઉન અને અનલોક દરમિયાન રાજકોટમાં 100 જેટલા આપઘાતના કિસ્સા બન્યા છે.

લોકડાઉનમાં દેશનો પહેલો કિસ્સો જામનગરમાં બન્યો હતો

લોકડાઉનથી કંટાળીને જામનગરમાં 21 વર્ષના યુવાને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. યુવક રાજકોટમાં મિસ્ત્રી કામ કરતો હતો અને કોઈ કામધંધો ન હોવાથી પોતાના ઘરે જામનગર આવી ગયો હતો. લોકડાઉનથી કંટાળીને યુવકે જામનગરના ગોકુલનગર વિસ્તાર સ્થિત પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતી.

અનલોક-1ના જૂન મહિનામાં સૌથી વધુ 40 વ્યક્તિએ જિંદગી લોકડાઉન કરી

રંગીલા રાજકોટમાં આપઘાત કરવો જાણે સામાન્ય બની ગયો હોય તેમ રોજ બેથી વધુ બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. કોઇ પણ કારણોસર જિંદગી ટૂંકાવી દેવાનો વિચાર કરતા લોકોને મનોચિત્સિકોના માધ્યમથી તેમની ચિંતાના નિવારણ માટે સૂચનો પણ કરવામાં આવે છે. તેમ છતાં લોકો કોઇ પણ વિચાર કર્યા વગર આત્મઘાતી પગલું ભરવાથી અચકાતા નથી. ત્યારે વૈશ્વિક મહામારીને કારણે કરેલા લોકડાઉનના મે મહિનામાં પ્રેમીપંખીડાં સહિત 22 આપઘાતના બનાવો પ્રકાશમાં આવ્યા હતા. જ્યારે જૂન મહિનામાં લોકોને છૂટછાટ આપવા અનલોક કરવામાં આવતા આપઘાતના બનાવો સીધા ડબલ થઇ ગયા છે. જૂન મહિનામાં તરુણવયના બાળકોથી વૃદ્ધ સુધીના 40 લોકોએ જિંદગીને ટુંકાવી લીધાનું પ્રકાશમાં આવ્યું છે. જેમાં મોટા ભાગના બનાવો ગળેફાંસો ખાઇને આપઘાત કર્યા છે. આપઘાત પાછળ મહત્તમ લોકડાઉન બાદ કામકાજ નહીં મળતા આર્થિક ભીંસ, બીમારીથી કંટાળી, માતા-પિતાનો ઠપકો સહન નહીં થવાના કારણો પોલીસ તપાસમાં બહાર આવ્યા છે.

રાજકોટમાં 2019 આપઘાતના કિસ્સા
આપઘાતનું કારણ સંખ્યા
લગ્ન ન થવાના કારણે 3
દહેજના કારણે 5
છૂટાછેડાના કારણે 6
કેન્સર 38
લકવા 11
માનસિક બિમારી 28
પ્રોફેશનલ કેરિયર સમસ્યા 15
ફેમિલી પ્રોબ્લેમ 106
લવ અફેર્સ 49
નજીકના વ્યક્તિનું નિધન થતાં 3
અગમસ્ય કારણોસર 84
અન્ય કારણોથી 63

 

આર્થિક સંકડામણ, બિમારીથી ચિંતા સહિતના કારણો જવાબદાર

આપઘાતના કારણોમાં ગરીબી, બેકારી, સહનશીલતાનો અભાવ એકલતા, સામાજિક નીરસતા, બિમારી, પારિવારીક ઝઘડા સહિતના કારણો જવાબદાર હોય છે. વધુ પડતા ટ્રેસના કારણે લોકો આપઘાત કરવા તરફ પ્રેરાયા હોવાનું જોવા મળે છે. કોવિડ-19ના સમયગાળા દરમિયાન લોકોમાં બિમારીથી કંટાળીને, કોવિડના ભયથી, એકલતા અનુભવતા, આર્થિક ભીંસ સહિતના કારણોના લીધે આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. લોકડાઉનના કારણે આજે પણ અનેક લોકો એવાં છે. જેઓને બે ટંક પૂરતું ભોજન મળતું નથી. જેના કારણે કિસ્સા વધી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here