સુરત : ધારૂકા કોલેજમાં ફી ઓછી કરવાના મુદ્દે 300 જેટલા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો

0
21

લોકડાઉન બાદ શાળા કોલેજો બંધ છે. બીજી તરફ ફીના મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં લડત ચાલી રહી છે. વરાછા વિસ્તારમાં આવેલી ધારૂકા કોલેજમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ ફી ઘટાડા મુદ્દે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે. કોલેજ દ્વારા અગાઉ જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓની ફીમાં ઘટાડો કરવાની વાત કર્યા બાદ ફીમાં ઘટાડો ન કરવામાં આવતાં રોષ જોવા મળી રહ્યો છે.

મેનેજમેન્ટ દ્વારા ફેરવી તોળાયાના આક્ષેપ

વિદ્યાર્થીઓ સાથે રજૂઆત કરનાર પ્રદિપ કાકડીયાએ જણાવ્યું હતું કે, અગાઉ મેનેજમેન્ટ અને ટ્રસ્ટીઓએ કહ્યું હતુ કે, જે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ હશે તેમની ફીમાં ઘટાડો કરવામાં આવશે. જેના માટે લેખિતમાં અરજી કરવા પણ જણાવાયું હતું. અમે અરજી કરી હતી. પરંતુ પછી એસાઈનમેન્ટ નહી ભરે તેને ફી માફી નહી અપાય તેમ કહેવાયું..વિદ્યાર્થીઓએ તે પણ જમા કરાવ્યા છતાં કોઈ જ ફી ઘટાડો થયો નથી.

ટ્રસ્ટીઓ નિર્ણય લેશે

કોલેજના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફી માફીની વાત કોલેજના ટ્રસ્ટીઓ સુધી પહોંચાડવામાં આવશે. એ લોકો નિર્ણય જે લેશે તે પ્રમાણે આગળ કામ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા ધક્કા મારવા સહિતનું ખરાબ વર્તન કરવામાં આવ્યું છે યોગ્ય નથી. તેમ વિદ્યાર્થીઓ સિવાયના અન્ય લોકો દ્વારા પણ ગેરવર્તન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here