Monday, October 25, 2021
Homeકોરોના દેશમાં : 24 કલાકમાં લગભગ 5 હજાર એક્ટિવ કેસ ઘટ્યા, જેમાંથી...
Array

કોરોના દેશમાં : 24 કલાકમાં લગભગ 5 હજાર એક્ટિવ કેસ ઘટ્યા, જેમાંથી 4351 માત્ર મહારાષ્ટ્રમાં, 16 રાજ્યોમાં દર્દી વધ્યા.

દેશના અમુક રાજ્યોમાં એક્ટિવ કેસમાં થઈ રહેલો વધારો ચિંતાનું સૌથી મોટું કારણ બની ગયો છે. બુધવારે દેશમાં 4 હજાર 988 એક્ટિવ કેસ ઘટ્યા, જેમાંથી માત્ર મહારાષ્ટ્રમાં જ 4 હજાર 351 દર્દી ઘટ્યા હતા. 17 રાજ્યોમાં એક્ટિવ કેસ ઘટ્યા છે તો 16 રાજ્યોમાં વધ્યા છે. સૌથી વધુ 1244 દર્દી દિલ્હીમાં વધ્યા છે.

બુધવારે દેશમાં કુલ 48 હજાર 285 કેસ નોંધાયા છે, 52 હજાર 704 દર્દી સાજા થઈ ગયા છે, 550 લોકોના મોત થઈ ગયા છે. અત્યાર સુધી કુલ 86.84 લાખ કેસ નોંધાયા છે. 80.64 લાખ દર્દી સાજા થઈ ચુક્યાં છે. 1.28 લાખ દર્દીઓના મોત થયા છે, જ્યારે 4.89 લાખની સારવાર ચાલી રહી છે.

કોરોના અપડેટ્સ

  • પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતા બુધવારે મોટો નિર્ણય કર્યો છે. અહીંયા 2021માં 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરી દેવાશે.
  • દિલ્હી હાઈકોર્ટે લોકોના જમાવડા અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા પ્રતિબંધોમાં ઢીલ આપવા અંગે કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે સરકારના છેલ્લા બે સપ્તાહમાં કોરોનાને અટકાવવા માટે કરવામાં આવેલા ઉપાયો પર સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો હતો.
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર વધુ દિવસ સુધી ચાલી શકે છે. જેમાં ગત વખત કરતા વધું કેસ નોંધાઈ શકે છે.
  • હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને પુછ્યું કે, રાજ્યમાં કોરોનાથી બગડી રહેલી સ્થિતિ માટે તમે કેવા પગલા લઈ રહ્યાં છો? જવાબ શુક્રવારે દાખલ કરાવવાનો છે.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્યમાં બુધવારે 883 કોરોના દર્દી નોંધાયા હતા. 691 લોકો રિકવર થયા અને 13 સંક્રમિતોના મોત થયા છે. અત્યાર સુધી 1 લાખ 79 હજાર 951 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 8328 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 68 હજાર 568 લોકો સાજા થઈ ચુક્યાં છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 3055 દર્દીઓના મોત થઈ ચુક્યાં છે.

રાજસ્થાન

બુધવારે રાજ્યમાં 2080 લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. આ સાથે જ દર્દીઓનો આંકડો હવે 2 લાખ 17 હજાર 151 થઈ ગયો છે. જેમાં 16 હજાર 993 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 98 હજાર 139 લોકો સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી સંક્રમણના કારણે 2019 દર્દીઓના મોત થઈ ચુક્યાં છે.

બિહાર

છેલ્લા 24 કલાકની અંદર 702 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ સાથે દર્દીઓનો આંકડો હવે 2 લાખ 24 હજાર 977 થઈ ગયો છે. જેમાં 6392 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 17 હજાર 422 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 1162 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં બુધવારે 4907 નવા દર્દી નોંધાયા છે. 9164 લોકો રિકવર થયા અને 125 સંક્રમિતોના મોત થયા છે. અત્યાર સુધી રાજ્યમાં 17 લાખ 31 હજાર 833 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યાં છે. જેમાં 88 હજાર 70 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 15 લાખ 97 હજાર 255 લોકો સાજા થઈ ચુક્યાં છે. સંક્રમણથી અત્યાર સુધી 45 હજાર 560 લોકોના મોત થઈ ચુક્યાં છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં બુધવારે સંક્રમણના 1848 નવા કેસ નોંધાયા હતા. 2112 દર્દી સાજા થઈ ગયા અને 20 લોકોના મોત થયા. અત્યાર સુધી 5 લાખ 3 હજાક 159 લોકો સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 22 હજાર 562 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 4 લાખ 73 હજાર 316 સંક્રમિત સાજા થઈ ચુક્યા છે, જ્યારે 7281 લોકોના મોત થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments