કોરોના કાળમાં મોદી સરકારની કામગીરીથી 70 ટકા લોકો ખુશ

0
2

નવી દિલ્હી તા.8
કોરોના કાળમાં દેશની ઈકોનોમીને બુસ્ટર આપવા માટે કેન્દ્ર સરકારે લગભગ 20 લાખ કરોડના રાહત પેકેજનું એલાન કર્યું હતું ત્યારે એક સર્વેમાં દેશની ઈકોનોમીને લઈને પૂછાયેલા સવાલોમાં 70 ટકા લોકો મોદી સરકારથી ખુશ હોવાનું બહાર આવ્યું છે, આ ઉપરાંત ચીન મામલાને હેન્ડલ કરી ચીનને મોદી સરકારે જડબાતોડ જવાબ આપ્યો હોવાનું 69 ટકા લોકોએ એક સર્વેમાં માન્યુ છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૂડ ઓફ ધી નેશન સર્વેમાં લોકોને પૂછવામાં આવેલું કે કોરોના કાળમાં સરકારે દેશની ઈકોનોમી સંભાળવા માટે કેવું કામ કર્યું? આ સવાલના જવાબમાં 24 ટકા લોકો કહેલું કે સરકારે ઘણું જ સારું કામ કર્યું છે. જયારે 48 ટકા લોકોનું માનવું હતું કે સરકારે સારું કામ કર્યું છે, 21 ટકા લોકોએ સરેરાશ અને માત્ર 6 ટકા લોકોએ જણાવ્યું હતું કે સરકારનું કામ ખરાબ રહ્યું હતું, જો કે એક ટકા લોકોએ કોઈ જવાબ નહોતો આપ્યો.

ઉલ્લેખનીય છે કે 19 રાજયોની કુલ 97 લોકસભા અને 194 વિધાનસભા સીટોના લોકોએ આ સર્વેમાં સામેલ કરાયા હતા. જે રાજયોમાં સર્વે કરાયો હતો. તેમાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છતીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, તમીલનાડુ, તેલંગાણા, પશ્ર્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ચીન વિવાદના બારામાં મોદી સરકારે ચીનને જડબાતોડ જવાબ આપ્યાનું 69 લોકોએ સ્વીકાર્યું હતું. 1.5 ટકા લોકોએ માન્યું હતું. ભારત ચીનને જવાબ દઇ શક્યું નહોતું. જ્યારે 9 ટકા લોકોએ જણાવ્યું હતું કે ભારત સરકારે જાણકારી છુપાવી હતી. જ્યારે 7 ટકા લોકો આ બારામાં કંઇ કહી શક્યા નહોતા. આ ઉપરાંત લદાખમાં ભારત-ચીન સેના વચ્ચેની અથડામણ માટે કોણ જવાબદાર તેવા પ્રશ્નના જવાબમાં 47 ટકા લોકોએ ચીનની વિસ્તારવાદી નીતિ, જ્યારે 30 ટકા લોકોએ ભારતની નિષ્ફળ વિદેશ નીતિ, 11 ટકા લોકોએ જાસૂસી તંત્રના નિષ્ફળતા, 12 ટકા લોકોએ કંઇ કહેવાનો ઇન્કાર કર્યો હતો.