સુરત : વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં વિદ્યાર્થીઓની ફીમાં રાહતની માંગ સાથે ABVPના ધરણા પ્રદર્શન

0
10

કોરોના લોકડાઉન સમયથી કોલેજ બંધ છે. ત્યારે કોલેજમાં અભ્યાસ ન થતો હોવાથી વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવાની માંગ કરવાામં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવાની માંગ સાથે ABVP દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઈન્ચાર્જ કુલપતિને રજૂઆત કરીને ABVPના કાર્યકરો દ્વારા અચોક્કસ મુદ્દત માટે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યાં છે.

રજૂઆત છતા નિરાકરણ નહીં

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVPના અચોક્કસ મુદ્દત માટે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યાં છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં તમામ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફીમાં રાહત આપવા માંગ કરવામાં આવી છે. અગાઉ બે વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા અચોક્કસ મુદત માટે ધરણા કરવામાં આવ્યાં છે.

શહેર બહારની કોલેજના કાર્યકરો જોડાયા

જ્યાં સુધી ફીમાં રાહત ન આપવામાં આવે ત્યાં સુધી ધરણા-પ્રદર્શન યથાવત રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. વલસાડ , નવસારી ,વ્યારા અને કિમ સહિતના ABVP કાર્યકરો ધરણા-પ્રદર્શન કાર્યક્રમમાં જોડાયા છે.સુરત સહિત દક્ષિણ ગુજરાત ABVPના પચાસથી વધુ કાર્યકરોના ધરણા-પ્રદર્શનમાં જોડાયા છે.