Tuesday, September 21, 2021
HomeACB એ 40 હજારની લાંચ લેવા મામલે એક વર્ષથી નાસતા ફરતા ડો....
Array

ACB એ 40 હજારની લાંચ લેવા મામલે એક વર્ષથી નાસતા ફરતા ડો. રાજેશ શાહની ધરપકડ કરી

અમદાવાદઃ એસીબીએ રૂપિયાની 40 હજારની લાંચ લેવા મામલે એક વર્ષથી નાસતા ફરતા એલજી હોસ્પિટલના પૂર્વ સુપ્રિટેન્ડન્ટ ડો. રાજેશ શાહની ધરપકડ કરી છે. ફરિયાદીએ મણિનગરમાં આવેલી એલ.જી.હોસ્પિટલમાં કુમકુમ ગ્રાફિક્સથી શાઈનબોર્ડ બનાવવાનું કામ કર્યું હતું. આ કામના બિલ પેટે રૂ.1,17,216 મંજુર કરાવવા માટે ફરિયાદી પાસે રૂ.40 હજાર લાંચ પેટે લીધા હતા. આ દરમિયાન ફરિયાદીએ રેકોર્ડિંગ કર્યું હતું અને ત્યારબાદ આ રેકોર્ડિંગ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવતા તેમણે આ બાબતે તપાસ કરી 16 એપ્રિલ 2018ના રોજ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

ત્યાર બાદ આરોપી ડો.રાજેશ શાહે સિટી સેશન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં આગોતરા જામીન અરજીઓ કરી હતી. આ ત્રણેય કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments