વડોદરા ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા લોકરક્ષકને ગયા મહિને રૂ.400ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો હતો. ત્યારે આ લાંચના ગુનામાં વધુ એક યુવકની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
વડોદરા શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા લોકરક્ષક અશોકકુમાર કનુજી મકવાણા વાહન ચાલકો પાસેથી ડીટેન કરેલા વાહન છોડાવવા માટે લાંચ માંગતા હોવાની માહિતી વડોદરા એસીબીને મળી હતી. દરમિયાન 20 ઓગસ્ટ 2024 ના રોજ એસીબીએ છટકું ગોઠવી લોકરક્ષક અશોક અશોક મકવાણાને રૂ.400ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. એસીબી દ્વારા કરાયેલી તપાસમાં મદદગારીમાં અન્ય શખ્સની સંડોવણી બહાર આવતા આરોપી ભાવેશ ચતુરભાઈ બારીયા (રહે. કૃષ્ણનગર, સોમાતળાવ ઘાઘરેટીયા, વડોદરા મુળ રહે. મુ.પો.કોઠીયા, તા.નસવાડી, જી.છોટાઉદેપુર) ને એસીબી દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની ધરપકડ કરીને એસીબી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.