તાપીમાં રેતીની હેરાફેરી કરતી ટ્રકોને ન અટકાવવા માટે લાંચ માંગનાર કોન્સ્ટેબલ સામે ACBએ લાંચનો ગુનો દાખલ કર્યો

0
0

તાપી એલ.સી.બીમાં નોકરી કરી રહેલા કોન્સ્ટેબલ-વર્ગ-3ના કર્મચારી સામે લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બે વર્ષ અગાઉ તાપીમાં રેતીની હેરાફેરી કરતી ટ્રકોને ચાલવા દેવા માટે લાંચની માંગ કરવામાં આવી હતી.જેથી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ACB છટકું ગોઠવીને આરોપીને ઝડપી લેવા પ્રયાસ હાથ ધરેલો પરંતુ છટકાની ગંધ આવી ગઈ હોય તેમ આરોપી કોન્સ્ટેબલ રૂપિયા લેવા ન આવતાં પોલીસે પૂરાવાના આધારે બે વર્ષ બાદ ગુનો દાખલ કર્યો છે.

એક ટ્રકના બે હજાર મંગાયેલા અનિલભાઇ રામજીભાઇ ડંભેલકર, અ.પો.કો., વર્ગ-3, તાપી એલ.સી.બી. વ્યારા હાલ નોકરી- વ્યારા પોલીસ સ્ટેશન, તાપી-વ્યારામાં 27-6-2018થી 29-06-2018 દરમિયાન વ્યારા જિલ્લામાં ફરીયાદીની ટ્રકો રેતીની હેરાફેરીમાં ફરતી હોય અને તાપી એલ.સી.બી. માં ફરજ બજાવતા પોલીસવાળા અનિલભાઇના પોતાની ફરજના વિસ્તારમાં ફરીયાદીની ટ્રકો રોકી હેરાનગતી નહી કરવા એક ટ્રકના બે હજાર લેખે ફરીયાદીની પાંચ ટ્રકોના દસ હજાર રૂપિયા તથા ફરીયાદીના મિત્રના બાકીના રૂપિયા પંદર હજાર મળી કુલ રૂ.25,000ની માંગણી કરેલ જે બાબતે લાંચના છટકાના ફરીયાદીની ફરીયાદ આધારે પોલીસ ઇન્સ્પેકટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે., નાઓએ તા.29/6/218 ના રોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ લાંચની રકમ સ્વીકારી નહોતી.

પૂરાવાના આધારે ગુનો દાખલ થયો ફરિયાદીએ કરેલી ફરિયાદના આધારે છટકું નિષ્ફળ રહ્યું હતું. પરંતુ ફરિયાદીએ આપેલા પૂરાવાના આધારે ACBએ તપાસ હાથ ધરી હતી. કે.જે.ચૌધરી, પો.ઇન્સ. સુરત શહેર ACBએ પ્રાથમિક તપાસમાં આરોપીએ લાંચની રકમની માંગણી કરેલ હોવાના પુરતા પૂરાવા તપાસ દરમ્યાન મળી આવ્યાં હતાં. જેથી પ્રાથમિક તપાસ કરનાર અધિકારીએ સરકાર તરફે ફરીયાદી બની ગુન્હો દાખલ કરાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here