ડીસા: માલગઢ પાસે ટ્રેલર ચાલકે પાછળથી ટક્કર મારતા આગળ જઈ રહેલા બાઇક સવાર મામાનું મોત નીપજ્યું હતું. જ્યારે ભાણેજને ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રેલર મૂકી પલાયન થઈ ગયો હતો. બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
મામા ટ્રેલર નીચે આવી ગયા
ડીસાના માલગઢ ખાતે રહેતા રાજેશકુમાર નારણજી માળી તથા દાંતીવાડા ખાતે રહેતા તેમના ભાણા કમલેશભાઈ લાલાજી ભાટી (માળી) બાઈક જી.જે 01 જે એચ 939 લઈ ડીસા નોકરી આવી રહ્યા હતા. ત્યારે માલગઢના પાટિયા પાસે જ માતેલા સાંઢની જેમ પુર ઝડપે પાછળથી આવી રહેલા આર.જે 14 જીજી 3773ના ડમ્પર ચાલકે ધડાકા ભેર ટક્કર મારતા મામા રાજેશકુમાર ટ્રેલરના ટાયરના નીચે આવી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ભાણેજ કમલેશને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
ટ્રેલર ચાલક સામે ફરિયાદ
બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.અકસ્માત સર્જી ચાલક ટ્રેલર મૂકી નાસી છૂટ્યો હતો. રાજેશકુમારના મૃતદેહને પી.એમ અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. બનાવના પગલે માળી સમાજમા ઘેરાશોકની લાગણી છવાઈ હતી.આ મામલે બક્ષીરામ ઉકાજી માળીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Array
અકસ્માત : ડીસાના માલગઢ પાસે બાઈક સવાર મામા ટ્રેલર નીચે કચડાતા મોત, ભાણેજ ઈજાગ્રસ્ત
- Advertisement -
- Advertisment -