અકસ્માત : વેક્સિન લેવા જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો

0
4

આજે હળવદ તાલુકાના નવા સીરોઈ ગામના પાટિયા નજીક સામ સામે બાઇક અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે પુરુષ અને એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જોકે ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે 11 વાગ્યાની આસપાસ હળવદ મોરબી રોડ પર આવેલ નવા સિરોઈ ગામના પાટિયા નજીક હળવદ થી પીજીવીસીએલના કર્મચારી પ્રજ્ઞેશભાઈ હરજીવનભાઈ મકવાણા તેમના પત્ની સ્નેહાબેન મકવાણા તેમજ તેમનો ચાર વર્ષનો દીકરો આરવ સહિત ત્રણેય હળવદ તાલુકાના મથકના ગામે વેક્સીન લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે નવા સીરોઈ ગામના પાટિયા પાસે પલાસણ ગામે રહેતા નરેશભાઈ ડાભી અને પ્રજ્ઞેશભાઈ નું બાઇક સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં પ્રજ્ઞેશભાઈ, સ્હાબેન અને નરેશભાઈ ડાભીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા જોકે ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ અકસ્માતમાં પ્રજ્ઞેશભાઈ મકવાણાના ચાર વર્ષના પુત્ર આરવનો ચમત્કાર બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ પ્રજ્ઞેશભાઈ હળવદ પીજીવીસીએલમાં ફરજ બજાવતા હોયને મૂળ અમદાવાદના રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here