ડીસા :રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, હાઇવે ઉપર ટ્રાફિક ચક્કાજામ

0
71
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસામાં ટ્રાફિકની વર્ષોજુની સમસ્યાનાનિરાકરણ માટે ઓવરબ્રિજ બની રહ્યો છે તેમછતાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે શુક્રવારે સર્જાયેલા વધું એક વિચિત્ર માર્ગ અકસ્માત ની મળતી વિગતો મુજબ ડીસાના હાઇવે ઉપર આવેલ રિલાયન્સ પેટ્રોલ પમ્પ નજીક એરંડાની બોરીઓ ભરીને જતી  આઇસર ટ્રક (નં.જી.જે ૦૫ એ.વી. ૮૩૭૧ )  અચાનક ઉથલી પડતા તેમાં ભરેલી એરંડાની ૫૦ થી વધુ  બોરીઓ નજીક માંથી પસાર થતી  હોન્ડા સીટી કાર નં. (જી.જે ૦૧ કે.વી. ૦૦૨૯ ) ઉપર   પડતા કારનો ભુક્કો બોલી જવા પામ્યો હતો.
ઉથલી પડેલી ટ્રકમાંથી બોરીઓ  પડતા કારનો ભુક્કો.
હાઇવે ઉપર ટ્રાફિક ચક્કાજામ થતા વાહન ચાલકો અટવાયા. 

 

અકસ્માતના પગલે  આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા સદનસીબે કાર માં સવાર તમામનો આબાદ બચાવ થયો હતો તેને લઈ હર કોઈએ રાહતનો દમ લીધો હતો પણ અકસ્માતના પગલે હાઇવે રોડની બન્ને સાઈડે વાહનોની લાંબી લાઈનો લાગી જતા ટ્રાફિક ચક્કાજામ થયો હતો જેના કારણે  વાહન ચાલકો અટવાયા હતા.  અકસ્માતના પગલે દોડી આવેલી  પોલીસને પણ ટ્રાફિક રાબેતા મુજબ   કરાવતા પરસેવો પડી ગયો હતો.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here