રાજકોટ : ગોંડલ હાઈવે પર કાર, રીક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માત, મહિલાનું ઘટનાસ્થળે મોત, બેને ઇજા, કાર સળગીને ખાખ

0
18

રાજકોટ. ગોંડલ નેશનલ હાઈવે પર રીબડા ટોલનાકા પાસે અકસ્માત સર્જાતા મહિલાનું નીપજ્યું હતું. આર્ટીગા કારે રીક્ષા અને એક્ટિવાને ઢોકર મારી હતી. જેમાં એક્ટિવા પાછળ બેઠેલી મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.  જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કાર ઘટનાસ્થળ પર જ સળગી ઉઠી હતી. જો કે કારમાં સવાર લોકોનો બચાવ થયો છે.

કાર ભડભડ સળગીને ખાખ થઇ

રાજકોટ-ગોંડલ હાઇવે પર રીબડા ટોલનાકા પાસે ત્રિપલ અકસ્માત થતાં કારમાં આગ લાગી હતી. અકસ્માતના પગલે દોડધામ મચી ગઇ હતી. જો કે સમગ્ર ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ જાણ થતા દોડી ગઇ હતી અને મૃતક મહિલાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here