અંકલેશ્વર-ભરૂચ રોડ પર ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત : 1 નું મોત : 1 ઈજાગ્રસ્ત

0
0

અંકલેશ્વર-ભરૂચ રોડ પર ડમ્પર અને રીક્ષા વચ્ચે આજે સવારે અકસ્માત થયો હતો. જેમાં માતેલા સાંઢ જેવા ડમ્પરે એક મુસાફરને કચડી નાખ્યો હતો અને એક પેસેન્જર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અંકલેશ્વર-ભરૂચ રોડ પર આજે સવારે ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો
અંકલેશ્વર-ભરૂચ રોડ પર આજે સવારે ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો.

અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા

અંકલેશ્વર-ભરૂચ રોડ પર આજે સવારે એક રીક્ષા ચાલક પેસેન્જર લઇને પસાર થઈ રહ્યો હતો. આ સમયે સામે ડમ્પર ચાલક પર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ડમ્પર ચાલકે રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં રીક્ષામાં બેઠેલો એક મુસાફર ડમ્પર નીચે કચડાઇ ગયો હતો અને ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યુ મોત થયું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને રીક્ષામાંથી બહાર કાઢ્યો હતો અને તુરંત પોલીસને જાણ કરી હતી.

અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા
અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો

ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને ઇજાગ્રસ્તને પણ 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ડમ્પરની કચડી નાખતા એક મુસાફરે જીવ ગુમાવ્યો
ડમ્પરની કચડી નાખતા એક મુસાફરે જીવ ગુમાવ્યો

ડમ્પરો વારંવાર અકસ્માત કરે છે

પૂરપાટ ઝડપે જતા ડમ્પરો વારંવાર અકસ્માતો કરે છે અને તેમાં નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે, ત્યારે બેફામ હંકારતા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.

ડમ્પરની અડફેટે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો
ડમ્પરની અડફેટે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here