બનાસકાંઠા જિલ્લા અકસ્માતમાં મોતનો આંક વધી રહ્યો છે. જેમાં કાંકરેજના મેડકોલ નજીક ખીલખિલાટ વાનના અકસ્માતમાં મૃત્યુ આંક 3 એ પહોંચ્યો છે. કાંકરેજ -દિયોદર મૈડકોલ ગામના પાટિયા નજીક ખીલખિલાટ વાન અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની હતી.
આ અંગેની માહિતી અનુસાર, કાંકરેજ દિયોદર વચ્ચે એક આઈસર ટ્રક અને ખીલખિલાટ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં દિયોદરના રૈયાની ખીલખિલાટ વાન એક સગર્ભા મહિલા દર્દીને થરા ખાતેથી લઈ પરત દિયોદર જઈ રહ્યા હતા તે સમય દરમિયાન કાંકરેજના મેડકોલ ગામના પાટીયા નજીક આઇસર ટ્રક અને ખિલખિલાટ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ખિલખિલાટ વાનના ચાલકનું મોત નીપજ્યું હતું. ગઈ કાલે ખીલખિલાટ વનના પાયલોટ સહિત વાનમાં સવાર સગર્ભાનું મોત નીપજ્યા બાદ મોડી રાત્રે આશા વર્કરનું મોત નીપજ્યું છે. દિયોદરના કોટડા ફોરણાના આશાવર્કર ભાવનાબેન ગૌસ્વામી સગર્ભા મહિલાના ચેકઅપ અર્થે ખીલખિલાટ વાનમાં આવ્યા હતા. આ સાથે જ ભાવનાબેન ગૌ સ્વામીનું પણ સારવાર દરમ્યાન મોત થયું છે.ગઈ કાલે સગર્ભા મહિલાના ચેકઅપ માટે ખીલખિલાટ વાન થરા આવી પરત દિયોદર તરફ જતી હતી તે સમયે આઈસર ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો