દહેગામ : બાયડ રોડ ઉપર કડજોદરા પાટિયા પાસે મારુતિ ગાડી અને રીક્ષા વચ્ચે અકસ્માત

0
375

ગાંધીનગર જિલ્લાના દહેગામ થી બાયડ જવાના માર્ગ પર કડજોદરા ગામ પાસે આવેલ પાટયા ગામે આજે બપોરેના સમયે કપડવંજ તાલુકાના ખડાંલ ગામના 3 જણા રીક્ષામાં દહેગામ પાસે આવેલ મોસ્મ્પુરા ગામે લગ્નમાં હાજરી  આપી  પાછા આવતાં હતા ત્યારે કડજોદરા ગામ પાસે આવેલ પાટીયા ગામે રીક્ષા ઉભી રાખી ગલ્લા પર ગયા તેવા સમયે એક મારુતિ ગાડી નં : GJ-18 AH 6612 ના ચાલકે રીક્ષાને જોરદાર ટક્કર મારતા રીક્ષા નં :GJ-7,AT- 7761 માં રહેલ 3 જણાંમાંથી 2 ના મોત થયા અને એક ને ગભીર ઈજાઓ થતા ઘાયલ વ્યક્તિને રખિયાલ સરકારી દવાખાનામાં દાખલ કરેલ છે.

           

આ મરનાર વ્યક્તિઓ કપડવંજ તાલુકાના ખડાલ ગામના અને નામ યુવરાજસિંહ ગભીરસિંહ ઝાલા અને બહાદુર્સિંહ જિલુસિંહ ઝાલાના કમકમાટીભર્યા  મોત  થયેલ છે. અકસ્માત દર્મિયા મારુતિ ઉધી પડી ગયેલ અને રીક્ષાના કુડચે કુડચા બોલાઈ ગયેલ છે. મારુતિ ચાલક ગાડી મુકી ફરાર થઇ ગયો છે. એક્સીડેન્ટ થતા રોડ ઉપર લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતાં। પોલિસે દ્વારા મૃત્યુ પામેલ વ્યક્તિની લાશોને પીએમ માટે  મોકલી આપવામાં આવેલ છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here