દહેજ : પીકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત, 3 ઇજાગ્રસ્ત

0
5

ભરૂચ-દહેજ રોડ પર દશાન નજીક ટ્રક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત અકસ્માત થયો હતો. જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિનો રસ્તા પર પડેલો મૃતદેહ
(અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિનો રસ્તા પર પડેલો મૃતદેહ)

 

પૂરપાટ ઝડપે જતી ટ્રકે પીકઅપ વાનને ટક્કર મારી

અંકલેશ્વરના વેપારીઓ દહેજ ખાતે રવિવારી બજારમાં ધંધા અર્થે જવા માટે નીકળ્યા હતા. આ સમયે પૂરપાટ ઝડપે જઇ રહેલી ટ્રકની ટક્કર વાગતા પીકઅપ વાન પલટી ખાઇ ગઇ હતી. જેથી પીકઅપ વાનમાં બેઠેલા 5 પૈકી 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 3 લોકોને ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે.

108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી
(108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી)

પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા

ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતગ્રસ્ત પીકઅપ વાન અને ટ્રક
(અકસ્માતગ્રસ્ત પીકઅપ વાન અને ટ્રક)