Wednesday, September 29, 2021
Homeચોટીલા-રાજકોટ હાઈવે પર છોટા હાથી અને ડમ્પર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના...
Array

ચોટીલા-રાજકોટ હાઈવે પર છોટા હાથી અને ડમ્પર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 9 લોકો ઈજાગ્રસ્ત

ચોટીલા રાજકોટ હાઈવે ઉપર નાની મોલડી નજીક છોટા હાથી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજકોટના એક જ પરિવારના મહિલા સહિત 9 થી વધુ લોકો ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ચોટીલા-રાજકોટ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે. ચોટીલા રાજકોટ હાઈવે ઉપર નાની મોલડી નજીક છોટા હાથી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં રાજકોટના એક જ પરિવારના મહિલા સહિત 9થી વધુ લોકો ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજકોટનો રાજપુત પરીવાર રાજકોટથી ખાટડી ગામે જતો હતો અને સુરાપુરાએ માનતા પુરી કરવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો

મોલડી હાઈવે ઉપર ડમ્પરે છોટા હાથીને અડફેટે લેતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં મહિલા સહિત અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા ચોટીલા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં વાહનમાં એક નાનું બાળક પણ હતું. પણ બાળકનો કુદરતી રીતે આબાદ બચાવ થયો હતો.

આ અકસ્માતની ઘટનામાં ગંભીર ઇજાઓ થતાં લોકોને રાજકોટ હોસ્પિટલે રીફર કરાયા હતા. ચોટીલા-રાજકોટ હાઇવે પર અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા હાઇવે પર એકઠા થયા હતા. આ ઘટના અંગેની જાણ થતા ચોટીલા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments