Saturday, April 20, 2024
Homeદહેગામ : બંસી ફાર્મ પાસે સ્વિફ્ટ ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત, સ્વિફ્ટ...
Array

દહેગામ : બંસી ફાર્મ પાસે સ્વિફ્ટ ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત, સ્વિફ્ટ ગાડીમાંથી વીદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

- Advertisement -

દહેગામ બંસીફાર્મ પાસે બાઈક અને સ્વિફ્ટ ગાડીનો અકસ્માત થતા સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂની ૫૪૪ બોટલો મળી આવી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ બંસીફાર્મ પાસે રોડ ઉપર રાત્રીના સમયે સ્વિફ્ટ ગાડી નંબર જીજે-૨૩-એએમ-૮૯૭૮ અને એક લીવો બાઈક નંબર જીજે-૧૮-સીએલ-૭૯૧૨ ના બંને પ્રાઈવેટ વાહનોનો અકસ્માત થતા સ્વિફ્ટ ગાડીના આગળના ભાગના કુડચે કુડચા બોલાઈ ગયા હતા. આ અકસ્માત થતા સ્વિફ્ટ ગાડીનો ચાલક ગાડી મુકીને ભાગી જવા પામ્યો હતો.

પોલીસને આ બનાવની જાણ થતા ઘટના સ્થળે જતા આ અકસ્માત જોતા સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂની જુદા જુદા પ્રકારની ૫૪૪ નંગ બીયરના ટીન પોલીસને મળી આવ્યા હતા. અને પોલીસે આ અકસ્માત થયેલી ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો ખાનગી વાહનમા  દહેગામ પોલીસ સ્ટેશને લાવવામા આવી હતી અને તેની ગણતરી કરતા કુલ ૫૪૪ નંગ બીયરના ટીન અંદરથી મળી આવ્યા હતા. અને બીયરના ટીનની કીમત રૂપીયા ૧.૦૭.૨૦૦ તથા સ્વિફ્ટ ગાડીની કીમત ૨,૨૫,૦૦૦ થઈ કુલ રૂપીયા ૩.૩૨.૨૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની તપાસ ચાલુ કરી દેવામા આવી છે.

  • બંસીફાર્મ પાસે સ્વિફ્ટ ગાડી બાઈકના અકસ્માતમા ગાડીમાંથી ઈંગલીશની બોટલો મળી આવી
  • બાઈક અને સ્વિફ્ટ ગાડીનો અકસ્માત થતા ગાડીના આગળના ભાગના કુડચે કુડચે બોલાયા હતા
  • પોલીસે આ ગાડીમાંથી ૫૪૪ નંગ બીયરની બોટલો પકડી અને એક ગાડીની કીમત સહીત કુલ રૂપીયા ૩.૩૨.૨૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ,ગાંધીનગર 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular