Wednesday, August 4, 2021
No menu items!
Homeરાજકોટ : જેતપુરમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, જયેશ રાદડિયાએ કાર ઉભી...
Array

રાજકોટ : જેતપુરમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, જયેશ રાદડિયાએ કાર ઉભી રાખી ઇમરજન્સીમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો

રાજકોટ. જેતપુરના તત્કાલ ચોકડી પધારો રિસોર્ટ સામે એક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલકને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયા હતા. આ સમયે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ત્યાંથી પસાર થઈ રહ્યા હોય પોતાની કાર ઉભી રાખી ઈજાગ્રસ્તની વ્હારે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઇમરજન્સી સેવાને બોલાવી ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

મેડિકલ સેવા અને પોલીસને તુરંત બોલાવી

જયેશ રાદડિયાએ સ્થળ પર ઉભા રહી મેડિકલ સેવાને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત જયેશ રાદડિયાએ જેતપુર પોલીસને ફોન કરતા જ સ્ટાફ તાબડતોબ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. જયેશ રાદડિયાની આ કામગીરીને લઈ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ બિરદાવી હતી. તેમજ હોસ્પિટલમાં પણ પીડિત વ્યક્તિને કોઈ મુશ્કેલી ન પડે તેવી મેડિકલ વિભાગને સ્પષ્ટ સુચના આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments