અમદાવાદ : રામોલ રિંગ રોડ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું ઘટના સ્થળે જ મોત, થેલામાંથી દારૂની બોટલો વેરાઈ

0
33

અમદાવાદઃ શહેરના રામોલ રિંગરોડ પાસેના મેમદપુર ગામના માર્ગ પર અકસ્માતને કારણે બાઈક ચાલકનું મોત થયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કથિત રીતે પતંગની દોરીથી બચવા બાઈક ચાલકનું સામેથી આવતા બાઈક સાથે ટકરાતા ઘટના સ્થળે જ મોત થયું છે.જ્યારે બીજા બાઈક ચાલકને ઈજા થઈ હતી. તેમજ બાઈક અથડાવાને કારણે એક બાઈક પરની થેલામાંથી દારૂ અને બિયરની બોટલો પણ વેરણ છેરણ થઈ ગઈ હતી. આ ઉપરાંત પાસેથી પસાર થઈ રહેલા અન્ય બાઈક ચાલકોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here