હળવદ : કવાડીયા પાટીયા પાસે મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત.

0
2
અમદાવાદ મોરબી હાઈવે પર મોડીરાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકોને નાની મોટી ઈજાઓ પહોંચતા 108 દ્વારા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ટ્રાફિક હળવો કરવાની તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના કવાડીયા પાટીયા પાસે મોડી રાત્રે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતાં સામ સામે બે ટ્રક અથડાયા હતાં જેમા ટ્રક ડ્રાઈવરોને ઈજાઓ પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હળવદના કવાડીયા પાટીયા પાસે થયેલા અકસ્માતમાં એકબાજુનો રોડ પર કંટેનર તેમજ ટ્રક આડો આવી જતાં થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતાં પરંતુ પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરી અકસ્માત કાટમાળ હટાવવાની તજવીજ હાથ ધરી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી